Home ગુજરાત જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટના ગુમ થયેલા ત્રણ બાળકો હરિયાણાના રેવાડીમાંથી મળ્યાં

જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટના ગુમ થયેલા ત્રણ બાળકો હરિયાણાના રેવાડીમાંથી મળ્યાં

18
0

(GNS),20

જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટના ગુમ થયેલા ત્રણ બાળકોને શોધી કાઢવામાં જામનગર પોલીસને મોટી સફળતા મળી. હરિયાણાના રેવાડીમાંથી ત્રણ બાળકોને જામનગર પોલીસે શોધી કાઢ્યા.થોડા સમય અગાઉ જામનગરના ખીજડા મંદિરમાંથી ત્રણ બાળકોના અપહરણ અને ગુમ થયાની સીટી એ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ ચકચારી પ્રકરણમાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે. જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટની શાળામાં બે સિક્કિમ અને એક નેપાળનો બાળક અભ્યાસ કરતા હતા અને થોડા સમય અગાઉ ત્રણેય બાળકો ટ્રસ્ટમાં જાણ કર્યા વિના નીકળી ગયા હતા. જામનગર પોલીસે આ ત્રણેય બાળકોની તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બાળકો જામનગર થી ખંભાળિયા, ખંભાળિયા થી જયપુર, જયપુર થી દિલ્હી અને દિલ્હીથી હરિયાણાના રેવાડી ગામે પહોંચ્યા હતા.

પોલીસે તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ ના હજારો કલાકના ડેટા ની તપાસ કર્યા બાદ અને જામનગર સીટી એ પોલીસ, એલસીબી ટીમ તેમજ સિક્કિમ પોલીસ સાથે રહીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે હરિયાણાના રેવાડી ગામે આ ત્રણેય બાળકો પહોંચ્યા હોય ત્યારે સર્ચ અભિયાન દરમ્યાન એક હોટલમાં આ ત્રણેય બાળકો કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાળકોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે પૈસા કમાવાની લાલચમાં તેઓ જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટ ખાતેથી નીકળી ગયા હતા અને પૂરેપૂરા પ્લાનિંગ સાથે તેઓ હરિયાણાના રેવાડી ખાતે પહોંચ્યા હતા. સિક્કિમના બાળકોના માતા પિતા જામનગર ખાતે આવી પહોંચ્યા હતા અને નેપાળનો જે બાળક છે તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોય ત્યારે જામનગર પોલીસ દિલ્હીમાં નેપાળ એસેમ્બલીને જાણ કરી બાળકને નેપાળ પહોંચાડવા આગળની કાર્યવાહી હાથ ધરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા ગણપતિ બાપ્પાના દર્શન
Next articleસુરતમાં વિદ્યાર્થીનીને અશ્લિલ ફોટા બતાવી ગંદા ઈશારા કરતો શખ્સ ઝડપાયો