જાપાનમાં એક રહસ્યમયી દડો મળી આવ્યો છે. હમામઅત્શુ શહેરમાં દરિયા કિનારે આ બૉલ જોવા મળ્યો છે. ધાતુનો બનેલો ગોળ દડો આકારમાં ખૂબ મોટો છે. દડો મળવાના સમાચાર મળતા બોમ્બ સ્કોવ્ડ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેની તપાસ કરવા લાગ્યા હતા. બાદમાં જાણવા મળ્યું કે, તેમાં કંઈ ખતરનાક વસ્તુ નથી. જો કે, આ દ઼ડો હાલમાં લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે. બાહુબલી ફિલ્મ જેવો દ઼ડો?.. અમે પહેલા જ આપને જણાવી દીધું છે કે, આ દડો કોઈ ધાતુમાંથી બનેલો છે. તેનું ડાયમીટર 1.5 મીટર છે, આ દડાને કાટ લાગેલો છે. જેનાથી અંદાજ લગાવી શકાય છે કે, આ બૉલ લોખંડનો છે. તપાસ કરનારી ટીમે આ દડાનો એક્સરે પણ લીધો. એક્સરેમાં ખબર પડી કે, દડાની અંદર કંઈ નથી. તે અંદરથી ખોખલો છે. બોલની બે બાજૂ હુક લગાવવાના કાણા પણ આપેલા છે. આમ કહી શકીએ કે, આ બૉલ એકદમ બાહુબલી ફિલ્મમાં યુદ્ધના સમયે દુશ્મન સેના પર ફેંકતા જોઈ શકાય છે. ક્યાંથી આવ્યો આ દડો? તે જાણો.. જાપાની ન્યૂઝ ચેનલ આશી ટીવીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હમામત્સ શહેરમાં રહેતી એક મહિલાએ થોડા દિવસ દરિયા કિનારે બેસીને આરામ કરી રહી હતી. ત્યારે આ દ઼ડો દેખાયો હતો. પોલીસને જાણકારી આપવામાં આવી. સુરક્ષા એઝન્સીઓએ બોમ્બ સ્કોવ્ડને બોલાવી. આજૂબાજૂના 200 મીટરના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો. તે વિસ્તારમાં રહેતા એક શખ્સે મીડિયા સાથે વાતચીત કરીને તે બોલ છેલ્લા કેટલાય દિવસોથી ત્યાં દેખાઈ રહ્યો છે. તેમને જણાવ્યા અનુસાર, તેમને એક વાર તેને ખસ઼ડવાની કોશિશ પણ કરી, પણ તે ડગ્યો નહીં. તપાસમાં એ જાણવા મળ્યું છે કે, મેટલનો આ બૉલ હકીકતમાં એક buoy હતો. તેનો અર્થ એ થાય કે, તેનો ઉપયોગ દરિયામાં નાવિકો ગાઈડ કરવા અથવા કોઈ સ્થાનને માર્ક કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આ બૉલ મળ્યા બાદ દરિયા કિનારે હેલમેટ અને પ્રોટેક્ટિવ સૂટ પહેરેલા અધિકારીઓએ આ વિસ્તારમાં ઘેરાબંધી કરી દીધી હતી. ત્યાં સુધી કે લોકોને દૂર રાખવા માટે પણ રેત પર ટ્રાફિન કોન પણ લગાવી દીધા હતા. જો કે, આ ગોળો સી વીડ અથવા શૈલથી કવર નહોતો. હવે અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે, આ ગોળો બહુ દૂરથી આવ્યો નથી. આપને જણાવી દઈએ કે, વિશાળ ગોળો મળ્યા બાદ સ્થાનિક પ્રશાસને તુરંત પ્રતિબંધ લગાવતા દરિયા કિનારા પર સામાન્ય લોકોની અવરજવર પર રોક લગાવી દીધી છે. આ વિસ્તારમાં પોલીસ, સુરક્ષા ગાર્ડ અને કોસ્ટલ ગાર્ડને તૈનાત કરી દીધા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.