Home દુનિયા - WORLD કેમ પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે ચીન, આ મદદની પાછળ છે કોઈ...

કેમ પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે ચીન, આ મદદની પાછળ છે કોઈ રહસ્ય?!..

45
0

પાકિસ્તાનને આર્થિક સંકટ વચ્ચે ચાઈના ડેવલપમેન્ટ બેંક તરફથી પાડોશી દેશ પાકિસ્તાનને 70 કરોડ ડોલરનું ભંડોળ મળ્યું છે. જે કંગાળ થઈ ચૂકેલા દેશ માટે મોટી રાહત છે. આર્થિક મદદ માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) સાથે વાતચીતને અંતિમ સ્વરૂપ આપતા પહેલા પાકિસ્તાનને ચીન તરફથી 70 કરોડ અમેરિકી ડોલરની મદદ મળી. મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનને ચીન પાસેથી હજુ પણ 130 કરોડ ડોલર મળવાની આશા છે. નાણામંત્રી ઈશાક ડારે ટ્વીટ કરીને તેની પુષ્ટિ પણ કરી છે.

નાણામંત્રી ઈશાક ડારે ટ્વીટ કરીને કહ્યું કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનને ચાઈના ડેવલપેન્ટ બેંક પાસેથી આજે 70 કરોડ ડોલરનું ફંડ મળ્યું. ત્યારબાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે ‘વિશેષ મિત્ર’ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સુરક્ષા બેઠકને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ‘પાકિસ્તાનનો એક સહયોગી દેશ છે, અમે બધા વિચારી રહ્યા હતા કે તેઓ IMF સંધિની પ્રતિક્ષા કરી રહ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાની ભૂમિકા ભજવશે પરંતુ તે સહયોગી દેશે થોડા દિવસ પહેલા અમને જણાવ્યું કે અમે સીધી રીતે તમને નાણાકીય મદદ આપી રહ્યા છીએ. આ વાતોને ક્યારેય ભૂલાવી શકાશે નહીં.’

ચીની બેંકના આ સમર્થન બાદ પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર હવે વધીને 4 અબજ અમેરિકી ડોલરની નજીક પહોંચી ગયો છે. જે કેટલાક અઠવાડિયા પહેલા 2.9 અબજ અમેરિકી ડોલરના નિમ્ન સ્તર સુધી ગગડી ગયો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં ડારે જાહેરાત કરી હતી કે ચાઈના ડેવલપમેન્ટ બેંકના બોર્ડે પાકિસ્તાન માટે 70 કરોડ ડોલરની લોનની મંજૂરી આપી છે અને ઔપચારિકતાઓ પૂરી કરી લેવાઈ છે. તેમણે કહ્યું કે તેનાથી દેશમાં ઘટતા વિદેશી મુદ્રા ભંડારને મજબૂતી મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજાપાનના દરિયામાંથી નીકળ્યો અનોખો ગોળો, જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા
Next articleહવે વિદેશોમાં પણ વાગશે પ્રધાનમંત્રી મોદીનો ડંકો, અનેક દેશોમાં શરૂ થઈ રહી છે આ સેવા