Home ગુજરાત જલુંધમાં નહેરના કુવામાં અકસ્માતે પડેલા આધેડને સ્થાનિકોએ સહી સલામત બહાર કાઢ્યા

જલુંધમાં નહેરના કુવામાં અકસ્માતે પડેલા આધેડને સ્થાનિકોએ સહી સલામત બહાર કાઢ્યા

21
0

ખંભાત તાલુકાના જલુંધ ગામે આવેલા નહેરના ખાલી કુવામાં મોડી રાત્રે એક આધેડ કુવામાં પડી ગયા હતા. જે ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા સ્થાનિકોએ આધેડને સહિ સલામત બહાર કાઢ્યા હતા. જોકે, કુવામાં પાણી ન હતું. પરંતું પથ્થરો સાથે આધેડ અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ખંભાતના કાળી તલાવડી ખાતે રહેતા ઇકબાલભાઈ વ્હોરા (ઉ.વ.45) કોઇ કામસર બોરસદ ગયાં હતાં. તેઓ ત્યાંથી 24મી નવેમ્બરના રોજ પરત ઘરે જવા નિકળ્યાં હતાં. દરમિયાન રાત્રિના 7-30 કલાકના સુમારે જલુંધ – ખંભાત રોડ પર રામાપીરના મંદિર નજીકથી પસાર થઇ રહ્યાં હતાં. તે દરમિયાન તેઓ અચાનક નહેરના કુવામાં પડી ગયાં હતાં.

જોકે, કુવામાં પાણી ન હતું. પરંતુ ઊંડા કુવામાં પછડાટને કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. દર્દથી કણસતા ઇકબાલભાઈએ મદદ માટે બુમ પાડી હતી. જેના કારણે આસપાસના લોકો કુવા પર દોડી આવ્યાં હતાં. જેમાં કોઇએ 108ને જાણ કરતાં બામણવાની એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 108ના કર્મચારી અજય પંચાલ અને અજીતસિંહએ કુવામાં પડેલા ઇકબાલભાઈને હેમખેમ બહાર કાઢવા સ્ટ્રેચરનો ઉપયોગ કર્યો હતો અને જહેમત બાદ બહાર કાઢ્યાં હતાં.

બહાર નિકળતાં ઇકબાલભાઈને કમર તથા અન્ય ભાગોમાં ગંભીર ઇજા જોવા મળી હતી. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બચાવ કાર્યમાં ડો. રવિની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. ઇકબાલભાઈએ બહાર આવતા બચાવ કાર્યમાં મદદ કરનારા આસપાસના લોકોનો ખાસ આભાર માન્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો સાથે રેલી યોજી
Next articleરાજકોટમાં ચૂંટણી અને લગ્નસરાની સીઝનથી દૈનિક 1500 કિલો ફુલનો વેપાર થયો