Home ગુજરાત જર્નાલીસ્ટ વેલ્ફેર સ્કીમ, પત્રકારોને ૫ લાખ સુધીની આર્થિક સહાય આપશે કેન્દ્ર સરકાર

જર્નાલીસ્ટ વેલ્ફેર સ્કીમ, પત્રકારોને ૫ લાખ સુધીની આર્થિક સહાય આપશે કેન્દ્ર સરકાર

2180
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.2
કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સુધારેલી પત્રકાર કલ્યાણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના 28મી માર્ચ 2018થી અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ સમગ્ર દેશના પત્રકારો કે જેઓ એક્રેડિટેડકાર્ડ ધરાવે છે તેઓ અને જેઓ એક્રેડિટેડકાર્ડ નથી ધરાવતા તેમને પણ આ કલ્યાણ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પત્રકારો અને તેમના પરિવાર-આશ્રિતોને આ યોજનાના લાભ મળી શકશે. યોજના હેઠળ આવરી લેવાયેલા પત્રકારના પરિવારને મૃત્યુના કિસ્સામાં રૂપિયા પાંચ લાખની સહાય અપાશે. કાયમી અપંગતાના કિસ્સામાં પાંચ લાખ અથવા તેનાથી વધારેની સહાય અને કેન્સર કે હૃદયરોગ સહિતના રોગમાં ત્રણ લાખથી વધુની સહાય સારવાર માટે મળી શકશે. અકસ્માતના કિસ્સામાં સારવાર માટે બે લાખ સુધીની સહાય અપાશે. પીઆઈબીની માન્યતા નહીં ધરાવનારા પત્રકારોને મૃત્યુના કિસ્સામાં, કાયમી અપંગતા કે અકસ્માત કે ગંભીર રોગની સારવારના કિસ્સામાં એક લાખ સુધીની જ સહાય મળી શકશે તેમાં પણ જો એક જ સંસ્થામાં સળંગ પાંચ વર્ષ કામ કર્યું હશે તો જ લાભ મળી શકશે.
કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ પરિપ્રત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકારો ઉપરાંત જેમની પાસે માન્યતા પ્રાપ્ત કાર્ડ નથી પણ સતત ૫ વર્ષ ફરજ બજાવી હોય તેવા તમામ માટે એક જર્નાલીસ્ટ વેલ્ફેર સ્કીમ જાહેર કરી છે. જેમાં પત્રકારોને ૫ લાખની સહાયની જોગવાઈની સાથે અકસ્માત કે બીમારીમાં ૩ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ૨૮ માર્ચ ૨૦૧૮થી તેનો અમલ પણ શરુ થઇ ગયો છે.પત્રકાર આલમમાંથી તેને સારો એવો આવકાર મળી રહ્યો છે.
કેન્દ્રના માહિતી અને પ્રસારણ વિભાગના મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ સ્કીમની જાહેરાત કરી છે. સતાવાર રીતે જણાવ્યા પ્રમાણે , પીઆઇબી દ્વારા અને ગુજરાત સહિતના રાજ્યોમાં તથા કેન્દ્રશાસિત પ્ર્દેસોમાં એક્રેડિટેશન કાર્ડ ધરાવતા કોઈ પત્રકારને ગંભીર બીમારી લાગુ પડે તો ૩ લાખ સુધીનો મેડીકલનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. ગંભીર બીમારીમાં હ્રદય રોગ,એન્જીઓપ્લાસ્ટી , બ્રેન હેમરેજ, પક્ષઘાતનો હુમલો, કીડની ફેલ, કેન્સર, બાયપાસ કે ઓપન હાર્ટ સર્જરી ના કિસ્સામાં ૩ લાખની મદદ સરકાર આપશે. કોઈ કાયમી ખોડ રહી જાય અને ફરી ફરજ બજાવી શકે તેમ નાં હોય ત્યારે પણ ૫ લાખ ની મદદ આપશે.આ ઉપરાંત અકસ્માતના સંજોગોમાં હોસ્પીટલમાં રહેવું પડે તમ હોય ત્યારે ૨ લાખ સુધીની સહાય મળશે. કોઈ પત્રકારનું આકસ્મિક નિધન થાય તો ૫ લાખની સહાય એક્ષ્ગ્રેશિયા તરીકે તેમના પરીવારને મળશે.
મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. જે સચિવ પાસેથી મળેલી અરજીઓ ચકાસીને નિર્ણય કરશે. સમિતિની બેઠક દર ૩ મહીને અને ખાસ સંજોગોમાં તાત્કાલિક પણ બોલાવી શકાશે. સમિતિમાં પ્રિન્ટ અને ટીવી માધ્યમોના પ્રાતીનીધીઓનો સમાવેશ કરાયો છે. નોન એક્રેડિટેશન પત્રકારોમાં જેમને સતત પાંચ વર્ષ વર્કિંગ જર્નાલીસ્ટ તરીકે કામ કર્યું હોય તેમને પણ આ લાભ મળશે.આજના સંજોગોમાં પત્રકારની નોકરી જોખમી બની ગઈ છે ત્યારે કેન્દ્ર દ્વારા પત્રકારોને આ સહાય ખૂબજ ઉપયોગી નીવડે તેમ છે.
આ સાથે સુધારેલી માર્ગદર્શીકામાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આ યોજના હેઠળની નાણાકીય સહાય એ પત્રકારનો હક્ક નથી. સહાયની રકમ સમિતિને તમામ બાબતોથી સંતોષ થાય અને યોગ્ય લાયકાત અથવા સહાય આપવી જરૂરી છે એમ લાગશે તો જ યોજના હેઠળ નાણાં ફાળવાશે. સમિતિ કોઈપણ અરજી કોઈપણ કારણ દર્શાવ્યા વગર સ્વીકારવી કે રદ કરવી તે અધિકારો ધરાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટનગરમાં 3 હજાર ચકલી ઘરના વિતરણ સાથે “હેપ્પી સ્પેરો વિક”ની ઉજવણી કરાઇ
Next articleઅતિ ઉત્સાહી સ્મૃતિ ઇરાની પત્રકારોના કાર્ડ રદ્દ કરવાની હાસ્યાસ્પદ ધમકી આખરે રદ કરવી પડી…..