Home દેશ - NATIONAL જયા બચ્ચન મહિલાઓની સુરક્ષા મામલે સરકાર પર સાંસદમાં આક્રમક બની

જયા બચ્ચન મહિલાઓની સુરક્ષા મામલે સરકાર પર સાંસદમાં આક્રમક બની

350
0

જી.એન.એસ, તા.૧૨
બજેટ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. આ મુદ્દે સદનમાં હંગામો પણ થયો. પરંતુ આ દરમિયાન જ સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન મહિલા સુરક્ષાને લઈને આક્રમક તેવરમાં નજર આવ્યા. તેમણે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો અને સરકારને આ દિશામાં કડક પગલા ઉઠાવવાની અપીલ કરી હતી.
જયા બચ્ચને સદનમાં સરકાર પર સિકંજો કસ્યો હતો. તેમણે કહ્યું કે, મહિલાઓની સુરક્ષા માટે મોટા પગલા લેવાની જરૂર છે. તમે ગાયને બચાવવા માટે પગલા લઈ રહ્યાં છો, પરંતુ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર પણ ઓછા નથી થઈ રહ્યાં. સદનમાં જયા બચ્ચનના આ નિવેદનનું સ્વાગત કરાયું હતું. અનેક સાંસદોએ ટેબલ થપથપાવીને તેમની આ વાતને સમર્થન આપ્યું હતું.
જયાએ સરકારને મહિલા સુરક્ષા માટે યુદ્ધસ્તર પર પહેલ કરવાની અપીલ કરી હતી. આ પહેલા પણ નિર્ભયાકાંડ સમયે રાજ્યસભામાં બોલતા સમયે જયા બચ્ચન ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જયા બચ્ચન રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ છે. ફિલ્મી દુનિયાથી અલગ જયા બચ્ચન પોતાનો મત સચોટ રીતે રજૂ કરવામાં ઓળખાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિલ ધોનીએ ખરીદી 1.5 કરોડની કાર, GF ક્રિતિને લઈ ગયો રોમેન્ટિક ડ્રાઈવ પર
Next articleદારૂબંધીની નીતિ પર હાઇકોર્ટની ફટકાર, નીતિ સકારાત્મક નથી