Home ગુજરાત ગાંધીનગર છેલ્લા ૪ દિવસો દરમિયાન કડક ચેકિંગ દ્વારા કુલ ૦૬ વાહનો તથા ૦૧...

છેલ્લા ૪ દિવસો દરમિયાન કડક ચેકિંગ દ્વારા કુલ ૦૬ વાહનો તથા ૦૧ હિટાચી મશીન સહ આશરે કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

5
0

(જી.એન.એસ) તા.૩

ગાંધીનગર,

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવેના કડક સૂચન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની  આગેવાની હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીયટીમ દ્વારા સતત વાહન ચેકીંગની કામગીરી હાથ ધરી સાદીરેતી ખનિજના બિનઅધિકૃત કુલ ૦૬ વાહનો તથા ૦૧ હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રી મેહુલ દવે દ્વારા જિલ્લામાં થતી ખનિજ ચોરી અટકાવવા તંત્રને આપવામાં આવેલ કડક સુચનાનાં પગલે, ૨૪  કલાક એલર્ટ ભુસ્તર તંત્રએ સઘન ચેકીંગ દ્વારા તા.૨૯/૧૧/૨૦૨૪ ના રોજ માણસા તાલુકાના દેલવાડ ખાતેથી ડમ્પર નં.RJ-14-GR-3795 માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગરબિનઅધિકૃત વહન કરતાં પકડાયેલ છે. તથા તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ ગાંધીનગર તાલુકાના પ્રાંતીયા ખાતેથી ડમ્પર નં.GJ-01-LT-5141માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગરબિનઅધિકૃત વહનકરતાં પકડવામાં આવ્યું છે.જ્યારે અંબાપુર ખાતેથી ડમ્પર નં. GJ-23-AT-5741 માં સાદીરેતી ખનિજનુ રોયલ્ટી પાસ કરતા વધુ બિનઅધિકૃત ઓવરલોડ વહન કરતા અને તા.૦૧/૧૨/૨૦૨૪ ના રોજ લાકરોડા ખાતે સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં હુન્ડાઈ કંપનીનું હિટાચી મશીન સીરીયલ નં-HYNDN635CE0006936 થી સાદીરેતી ખનિજનું બિન અધિકૃત ખોદકામ કરતા પકડાયેલ છે. આ ઉપરાંત તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ પીપળજ ચેકપોસ્ટ ખાતેથી ડમ્પર નં.GJ-18-AZ-8457 માં સાદીરેતી ખનિજનુ રોયલ્ટી પાસ કરતા વધુ બિનઅધિકૃત ઓવરલોડ વહન કરતા તથા -ભાટ, ગાંધીનગર ખાતેથી ડમ્પર નં.RJ-25-GA-7598 માં સાદીરેતી ખનિજનુ રોયલ્ટી પાસ કરતા વધુ બિનઅધિકૃત ઓવરલોડ વહન કરતા પકડેલ છે. તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ પીપળજ ચેકપોસ્ટ ગાંધીનગર ખાતેથી ડમ્પર નં-GJ-27-TT-8093 માં સાદીરેતી ખનિજનુ રોયલ્ટી પાસ કરતા વધુ બિન અધિકૃત ઓવરલોડ વહન કરતા વાહનો પકડવામાં આવ્યા છે. આમ, પાછલા ચાર દિવસો દરમિયાન કડક ચેકિંગ દ્વારા કુલ ૦૬ વાહનો તથા ૦૧ હિટાચી મશીન સહ આશરે કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ વાહનો/મશીનના વાહન માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ ૨૦૨૩માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા,કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત ૨૧ પ્રજાતિઓની અંદાજે ૯.૫૩ લાખથી વધુ વસ્તી
Next articleશિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી