(GNS),12
બૉલીવુડનાં એક સમયનાં ખૂબ જાણીતા અને સુંદર ફિલ્મ અભિનેત્રી અને રામપુરના પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નાઈની કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. ચેન્નાઈના રાયપેટામાં તેમની માલિકીના મૂવી થિયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંબંધમાં તેમને કેસમાં સજા ઉપરાંત 5,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચેન્નાઈના આ સિનેમા હોલનું સંચાલન રામ કુમાર અને રાજા બાબુ કરે છે. આ ઘટનામાં સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે મેનેજમેન્ટ થિયેટર કામદારોને ESI ચૂકવવામાં નિષ્ફળ ગયું અને તેઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. બાદમાં, અભિનેત્રીએ સ્ટાફને સંપૂર્ણ રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું અને કોર્ટમાં કેસને રદ કરવાની અપીલ કરી હતી. જયા પ્રદા સહિત આરોપીઓને આ કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી જો કે, શ્રમ સરકારી વીમા નિગમના વકીલે તેમની અપીલ સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ જયા પ્રદા અને આ કેસ સાથે જોડાયેલા અન્ય ત્રણને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે દરેકને 5,000 રૂપિયાનો દંડ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે રામપુરથી સાંસદ રહી ચૂકેલા જયા પ્રદાની રાજકીય કારકિર્દી 1994માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થઈ હતી. જયા પ્રદા આંધ્ર પ્રદેશમાંથી 1996માં પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યાર પછી, 2004 માં, તે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને બે વાર લોકસભા સાંસદ પણ બન્યા હતા. તેઓ રાષ્ટ્રીય લોકદળ તરફથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદા સમાજવાદી પાર્ટી વતી બે વખત લોકસભામાં રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 2004 અને 2009માં તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને રામપુર બેઠક જીતી હતી. બાદમાં સપાએ તેમને બહારનો રસ્તો બતાવ્યો અને પછી 2014ની ચૂંટણીમાં તેમણે બિજનૌરથી આરએલડીની ટિકિટ પર ચૂંટણી લડી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. 2019 માં, જયા પ્રદા રામુર પરત ફર્યા અને ભાજપે તેમને પોતાનાં ચૂંટણી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે ત્યાં પણ તેમને ફરીથી હારનો સામનો કરવો પડ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.