ચીનમાં શરુઆતથી જ કોરોનાએ તબાહી મચાવી છે અને તે હાલમાં પણ ચાલુ છે. ચીનના એક ટોચના સ્વાસ્થ્ય અધિકારીએ મોટી ચેતવણી આપતા ચીનની સાથે સાથે દુનિયાનું ટેન્શન વધાર્યું છે. સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઠંડીમાં કોવિડ- 19ની ત્રણ સંભવિક લહેરમાંથી ચીનની હજૂ પહેલી લહેરનો સામનો કરી રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, આ મહિનાની શરુઆતમાં ચીને પોતાની ઝીરો કોવિડ નીતિના ભારે વિરોધ બાદ છુટ આપી અને લોકડાઉન તથા ક્વારન્ટાઈન પ્રતિબંધો પણ હટાવી દીધા હતા. ત્યારથી અહીં કોરોના સંક્રમિતો વધી રહ્યા છે.
બીબીસીના એક રિપોર્ટ અનુસાર, સત્તાવાર આંકડા દરરોજ નવા કેસોની સરખામણીમાં ઓછા દેખાય છે, એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હાલમાં જ કોવિડ ટેસ્ટમાં કમીના કારણે આ સંખ્યા ઓછી આંકવામાં આવી છે. સરકારી રિપોર્ટનું માનીએ તો, ચીનમાં રવિવારે 2097 નવા કેસ નોંધાયા હતા. તેને લઈને મહામારી વિજ્ઞાની વૂ ઝૂન્યોએ કહ્યું કે, સંક્રમણ દરમાં હાલનો વધારો જાન્યુઆરી મધ્ય સુધી ચાલશે, જ્યારે બીજી લહેર જાન્યુઆરીના અંત સુધીમાં તેજ થવાની સંભાવના છે.
અહીં ઉલ્લેખનિય છે કે, નવું વર્ષ પણ આવી રહ્યું છે, આ દરમિયાન મોટા ભાગના લોકો પરિવાર સાથે રજા માણવા માટે મુસાફરી કરતા હોય છે. ત્યારે આવા સમયે કેસો વધવાની સંભાવના છે. ઝુન્યો આગળ જણાવે છે કે, કેસોમાં ઉછાળો ફેબ્રુઆરીના અંત સુધીમાં માર્ચના મધ્ય સુધી જોવા મળશે. કારણ કે લોકો રજા બાદ કામ પર પરત ફરશે. ઝુન્યોએ આ વાત એક સંમેલનમાં કહી, તેમણે કહ્યું કે, જો કે, કોરોનાના ગંભીર કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.