Home દુનિયા - WORLD ચીનના શાંઘાઈ શહેરમાં કોરોના વધતા 2,000 થી વધુ સેના અને તબીબી કર્મચારીઓને...

ચીનના શાંઘાઈ શહેરમાં કોરોના વધતા 2,000 થી વધુ સેના અને તબીબી કર્મચારીઓને પરીક્ષણ માટે મુકવામાં આવ્યા

55
0

(જી.એન.એસ),તા.૦૪
શાંઘાઈ શહેર (ચીન)
ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે લોકડાઉન પણ લાદવામાં આવ્યુ છે, જેના કારણે લાખો લોકો ઘરની અંદર પુરાયા છે. પુડોંગમાં પણ લોકો હાલ ઘરમાં હજુ કેદ છે. આ રહેવાસીઓને દરરોજ COVID-19 ની તપાસ કરવા, ઘરે માસ્ક પહેરવા સહિત સાવચેતીનાં પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. વુહાનમાં 76 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના લોકોને તેના વિશે બહુ ફરિયાદ નહોતી.તમને જણાવી દઈએ કે, શાંઘાઈમાં હાલ ઘણા લોકો લોકડાઉન અંગેની ફરિયાદ કરી રહ્યા છે. અહીં કોરોનાને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સેનાના જવાનો અને ડોક્ટરોને મોટી સંખ્યામાં તપાસ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ પીપલ્સ લિબરેશન આર્મીએ સેના, નૌકાદળ અને સંયુક્ત સહાય દળોમાંથી ભરતી કરાયેલા 2,000 થી વધુ તબીબી કર્મચારીઓને શાંઘાઈ મોકલવામાં આવ્યા છે. જિઆંગસુ, ઝેજિયાંગ અને બેઇજિંગ જેવા ઘણા પ્રાંતોએ આરોગ્ય કર્મચારીઓને શાંઘાઈ મોકલ્યા છે, કેટલાક અંદાજો અનુસાર સંખ્યા 10,000 થી વધુ છે. આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણનાના 438 નવા કેસની પુષ્ટિ થઈ છે.ઉલ્લેખનીય છે કે, 7,788 કેસોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. રવિવારે ઉત્તર પૂર્વી પ્રાંત જિલિનમાં કોરોના વાયરસના કુલ 4,455 નવા કેસ નોંધાયા હતા, જે શનિવારે નોંધાયેલા કેસો કરતા વધુ છે. જો કે આ સંખ્યા ઘણા દેશોની સરખામણીમાં ઓછી છે, પરંતુ 2019ના અંતમાં વુહાનમાં જોવા મળેલા કેસો પછી દૈનિક કેસ ચીનમાં સૌથી વધુ છે. 26 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં બે તબક્કામાં લોકડાઉન લાદવામાં આવ્યુ છે. જો કે પૂર્વીય પુડોંગ ક્ષેત્રના રહેવાસીઓને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે પશ્ચિમ પુડોંગ પ્રદેશ શુક્રવારથી ચાર દિવસ માટે લોકડાઉન હેઠળ છે. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય સન ચુનલાને વિનંતી કરી છે કે શાંઘાઈમાં કોવિડના કેસોને શક્ય તેટલી વહેલી તકે નિયંત્રિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવે. ચીનમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, 20 માર્ચ પછી સંક્રમણને કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. તમને જણાવી દઈએ કે, દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 4,638 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં હજુ ચીનમાં શું જોવા મળશે અથવા તો કોઈ મોટી પરિસ્થીતિને કાબુમાં રાખવી બહુ મુશ્કેલીઓમાં મૂકી શકે છે હવે જોવું એ રહ્યું છે કે હવે ચીન સરકાર સુ પગલા લે છે કોરોનાને કાબુમાં લેવાનો અથવા મહામારી નો કેવી રીતે સામનો કરવો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુક્રેનના મેયર અને તેમના પરિવારને ગોળી મારીને હત્યા કરવાથી રશિયન સેનાની નિર્દયતા દેખાઈ
Next articleસુરક્ષા દળોએ દુશ્મનોની નાપાક યોજનાને ફરી નિષ્ફળ કરી, LOC નજીકથી શસ્ત્રો અને દારૂગોળો મળ્યો