Home દુનિયા - WORLD ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું એલાન

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કર્યું એલાન

8
0

(GNS),08

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે ચીનના સાર્વભૌમત્વ અને ક્ષેત્રની રક્ષા કરવા માટે સૈનિકોને આહ્વાન કર્યું હતું. જિનપિંગે ચીનના સૈનિકોને યુદ્ધની રણનીતિ બનાવવા અને યુદ્ધને જીતવા માટેની યોજના પર કામ કરવા કહ્યું હતું. શી જિનપિંગે ચીનના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવાસે હતા. આ મુલાકાત દરમિયાન તેમણે સૈનિકોને સંબોધિત કરતા કહ્યુ કે, દુનિયા ઉથલપાથલ અને પરિવર્તનના નવા યુગમાં પ્રવેશી છે. ચીનની સુરક્ષા સ્થિતિ વધારે અનિયમિત અને અસ્પષ્ટ બની છે. ચીનમાં આવેલો જિયાંગ્સૂ વિસ્તાર પૂર્વી થિયેટર કમાન્ડના મુખ્ય મથક તરીકે કાર્ય કરે છે. પૂર્વી થિયેટર કમાન્ડ તાઈવાન જલડમરૂમધ્ય અને પૂર્વ ચીન સાગર સહિત સમગ્ર પૂર્વ ચીનમાં સુરક્ષા માટે જવાબદાર છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમની સેનાને લોખંડની દિવાલમાં ફેરવવા અને દેશની સુરક્ષા કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ચીને તાઈવાન પર બાહ્ય હસ્તક્ષેપને નકારી કાઢવા જોઈએ.

ચીને સતત તાઈવાન પર પોતાનો દાવો કરી રહ્યુ છે. આ ઉપરાંત તેનાથી આગળ ચીને અમેરિકન રાજદ્વારીઓને તાઈવાનના નેતાઓ સાથે વાત ન કરવા માટે પણ કહ્યુ છે. તેનું કારણ એ છે કે ચીન કોઈપણ વાતચીતને તાઈવાનની સ્વતંત્રતાના સમર્થન સાથે જોડે છે. ગયા વર્ષે US સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઇવાન યાત્રા પછી ચીને તાઇવાન બોર્ડર નજીક યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ચીને ફાયરિંગ કરી અને રોકેટ પણ છોડ્યા હતા. ચીન પહેલાથી જ કહેતું આવ્યું છે કે, જો જરૂર પડશે તો તેઓ તાઈવાન સામે બળપ્રયોગ કરવા પણ તૈયાર છે. વર્ષ 2005માં પસાર થયેલા એક કાયદાને કારણે, ચીનને તાઈવાનને અલગ થવા પર કે તેની તૈયારી માટે સેનાનો ઉપયોગ કરવાનો અધિકાર છે. રાષ્ટપતિ શી જિનપિંગ દ્વારા આ વાત ત્યારે કરવામાં આવી જ્યારે અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેન તણાવ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે વાતચીત માટે ચીન પહોંચ્યા છે. રાષ્ટપતિ શી જિનપિંગે કહ્યુ કે, આપણે રાજકીય દૃષ્ટિકોણથી લશ્કરી મુદ્દાઓને વિચારવા અને સંભાળવાનું ચાલુ રાખવું જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવરસાદ અને પૂરના કારણે સ્પેનમાં તબાહી, કાર રમકડાંની જેમ ધોવાઈ ગઈ
Next articleઅમેરિકાના ટેક્સાસમાં 8 વર્ષથી ગુમ થયેલ યુવક અચાનક સામે આવ્યો ને, લગાવ્યા ગંભીર આરોપ