Home દેશ - NATIONAL ચિપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણા વિશે જાણો..

ચિપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણા વિશે જાણો..

25
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
ભારત આ વર્ષે તેની આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદીએ ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ ગુજરાતના સાબરમતી આશ્રમથી કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ આવતા વર્ષ એટલે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે. જણાવી દઈએ કે, આઝાદી પછી પણ ભારતમાં પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવાની દિશામાં અનેક આંદોલનો થયા હતા. જેમાંથી એક ચિપકો આંદોલન હતું. આ ચળવળના પ્રણેતા સુંદરલાલ બહુગુણા હતા. જેમના નેતૃત્વ હેઠળ વન નાબૂદી અટકાવવા માટે કાયદો ઘડવામાં આવ્યો હતો. તો ચાલો આ રાષ્ટ્રના ગૌરાન્વિત પર્વ નિમિત્તે જાણીએ સુંદરલાલ બહુગુણા વિશે. પ્રખ્યાત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ચિપકો આંદોલનના પ્રણેતા હતા. તેમનું નામ વિશ્વના સૌથી મોટા પ્રકૃતિ અને પર્યાવરણીય સંરક્ષક તરીકે લેવામાં આવે છે. સુંદરલાલ બહુગુણાનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૨૭ના રોજ ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં ભાગીરથી નદીના કિનારે આવેલા મરોડા ગામમાં થયો હતો. માત્ર ૧૩ વર્ષની ઉંમરે અમર શહીદ શ્રીદેવ સુમનને મળ્યા બાદ તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. સુમનથી પ્રેરાઈને તેમણે બાળપણમાં જ આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું હતું. સુંદરલાલ બહુગુણાએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. પછી તે વૃક્ષોને બચાવવા માટે ચિપકો આંદોલન હોય કે પછી ટીહરી ડેમ માટેનું આંદોલન હોય. નદીઓ, જંગલો અને પ્રકૃતિને ચાહતા બહુગુણા ઉત્તરાખંડમાં વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નાના નાના પ્રોજેક્ટ્‌સ સ્થાપવાની વાત કરતા હતા. એટલા માટે તેમણે ટિહરી ડેમનો વિરોધ કર્યો હતો. તેમણે ડેમ સામે ૮૪ દિવસના ઉપવાસ પણ કર્યા હતા. તેના વિરોધમાં તેણે પોતાનું માથું પણ મુંડાવ્યું હતું. પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાએ પણ હિમાલયમાં બની રહેલી હોટલોને કારણે પ્રકૃતિને થયેલા નુકસાનનો ખુલ્લો વિરોધ કર્યો હતો. બહુગુણાએ વિમલા નૌટિયાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ ગામવાસીઓ વચ્ચે જ રહેશે અને ગામમાં આશ્રમ સ્થાપશે તેવી શરતે જ તેમણે લગ્ન કર્યા હતા. તેની પત્ની પણ નેચર લવર હતી. પત્ની વિમલાની મદદથી તેમણે સિલિયારામાં હિલ નવજીવન મંડળની સ્થાપના કરી હતી. ૧૯૭૧માં સુંદરલાલ બહુગુણાએ દારૂની દુકાનો ખુલતી રોકવા માટે ૧૬ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. ચિપકો આંદોલન ૧૯૭૩માં ચમોલી જિલ્લામાં શરૂ થયું હતું. ધીરે ધીરે તે સમગ્ર ઉત્તરાખંડમાં ફેલાઈ ગયું હતું. આ આંદોલનમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. તેના પ્રણેતા સુંદરલાલ બહુગુણા હતા. પર્યાવરણની રક્ષા માટેનું આ આંદોલન હતું. જે ખેડૂતોએ વૃક્ષો કાપવાનો વિરોધ કરવા માટે કર્યું હતું. રાજ્યમાં વન વિભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવી રહેલા વનનાબૂદી સામે તમામ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને કારણે બહુગુણાને ‘વૃક્ષમિત્ર’ કહેવામાં આવતાં હતા. મે ૨૦૨૧માં ૯૪ વર્ષની ઉંમરે સુંદરલાલ બહુગુણાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ આંદોલનને કારણે ૧૯૮૦માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ રાજ્યના હિમાલયના જંગલોમાં વૃક્ષો કાપવા પર ૧૫ વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. ધીરે ધીરે આ આંદોલન બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં પણ ફેલાઈ ગયું હતું. આ આંદોલનમાં ગામના સ્ત્રી-પુરુષો વનનાબૂદી રોકવા માટે ઝાડને લપેટાઇ જતા હતા. આ આંદોલનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વન સંરક્ષણ ધારો બનાવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહું બધી પાર્ટીઓને કહીશ કે લોકતંત્રનું સન્માન કરે ઃ વેંકૈયા નાયડૂ
Next articleસુરતની ૧૭ વર્ષીય યુવતી પર દિલ્હીમાં ગેંગરેપ