Home ગુજરાત ચાલો,કોઈએ તો સ્વિકાર્યું કે મોદી રાજમાં ખરેખર મંદી છે…..!

ચાલો,કોઈએ તો સ્વિકાર્યું કે મોદી રાજમાં ખરેખર મંદી છે…..!

319
0

(જીએનએસ: હર્ષદ કામદાર)
ભારતમાં મંદીની ભારે અસર છે પરંતુ કેન્દ્રની ભાજપા સરકાર કે તેના નેતાઓ તે વાત સ્વિકારતા નથી કે સ્વીકારવા તૈયાર નથી…..! ત્યારે સમયને પારખ્યા વગર આડેધડ નિવેદનો કરનારા તેમજ સાચી વાતનો સ્વીકાર કરનારા તથા સત્ય બોલનારા આજે પણ આંગળીને વેઢે ગણાય તેટલા નેતા ભાજપામાં છે. જેનો અનુભવ ભારતના લોકો પહેલા અમેરિકા વસતા ભારતીયોને થયો. કેન્દ્ર સરકાર દેશમાં આર્થિક સ્થિતિ સારી હોવાનું રટન કર્યા કરે છે ત્યારે અમેરિકા ખાતે ભારતીયોના કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી રાજનાથસિંહે વૈશ્વિક મંદીની અસર ભારતને થઈ છે. ભારતમાં પણ મંદીનો માહોલ છે તેમ કહીને ભારતમાં આર્થિક મંદીની અસર હોવાનો સ્વીકાર કર્યો હતો. જોકે ભારત તેમાંથી બહાર આવી જશે તેમ પણ તેમણે કહ્યું હતું. ભારતના નાણા મંત્રી સીતારમન સહિતના ભાજપાના રાજનેતાઓ દેશમાં આર્થિક મંદી જેવું કશું નથી એવું જોર જોરથી કહ્યા કરે છે. પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા કેન્દ્ર સરકારના મંત્રી રાજનાથસિહે ભારતમાની વાસ્તવિકતા સ્વીકારી હતી. અને તેના ઘેરા પ્રત્યાઘાત ભાજપમાં પડ્યા પરંતુ રાજનાથસિહ સામે બોલવાની કોઈનામા પણ હિંમત નથી…! એટલે અત્યારે મૌન સાધી લીધું છે. જ્યારે બીજા છે સ્વામી સુબ્રમણ્યમ, પણ હવે ભાજપામાં તેમની નોંધ લેવામાં આવતી નથી. ભારતમાં મંદીની અસર ન થાય કે મંદી ઘટાડવા માટે કેન્દ્ર સરકારે કેવા પગલાં ભરવા જોઇએ જે અંગે વર્ષ 2008માં ભારતમાં મંદીને રોકવામાં સફળ નીવડેલા પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની સલાહને પણ ભાજપાએ અવગણી હતી. તો આરબીઆઇના પૂર્વ ગવર્નર રાજનની સલાહ પણ અવગણવામાં આવી હતી. જેના પરિણામો અત્યારે દેશની પ્રજા ભોગવી રહી છે- અનુભવી રહી છે. આમ છતાં ભાજપાના રાજનેતાઓ મંદીમાંથી આ દેશને બહાર કાઢવા કે દેશની આર્થિક બેહાલીની ગાડી પાટે ચઢાવવા માટેના પગલા ઉઠાવવાને બદલે ગણતરી વગરના પગલાં ભરી રહી છે…..!! જેને કારણે દેશનો વિકાસ રુંધાઈ જશે તો દેશમાં આર્થિક બેહાલી ભયંકર બની જશે….! મતલબ ભાજપા રાજનેતાઓને આર્થિક બેહાલીની સમજણ પડતી નથી તેવું વેપારી આલમ, રાજકીય પંડિતો અને અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે…..!
કેન્દ્ર સરકાર દેશની પરિસ્થિતિને સમજયા વગર જે નીતિઓ અપનાવી રહી છે તેને કારણે દેશના લોકોની મુશ્કેલીઓમા ભારે ઉછાળો આવ્યો છે, આવક ઘટી છે ત્યારે તેના કારણોમાં સરકાર ઊંડી ઊતરતી નથી… તો દેશના તમામ ક્ષેત્રના ઉદ્યોગોમા ઉત્પાદનો ઘટી ગયા છે અનેક ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. પરિણામે ચાર કરોડ ઉપરાંત લોકોએ રોજગારી ગુમાવી છે. નાના-મોટા તમામ બજારો નો આર્થિક ઝગમગાટ અંધકારમા પલટાઈ ગયો છે. પરંતુ કેન્દ્ર સરકાર તેના મૂળમાં ઉતરી તેના પ્રશ્નો હલ કરવામાં રસ લેતી નથી…..! ઊલટાનું એવા પગલાં લીધા કે જેનાથી પ્રજાજનો પોતાના મૂળ પ્રશ્ન ભૂલીને આધાર કાર્ડ મેળવવાની લાઈનોમાં લાગી ગયા. અને કેન્દ્ર સરકારને પ્રજામાં ઊભો થયેલો ઉહાપોહ શાંત કરવામાં સફળતા મળી ગઇ…. પરંતુ કે સફળતા આંશિક હતી…..! તે બાબત રાજનેતાઓ કે કેન્દ્ર સરકારના સલાહકારો સમજી શક્યા નથી… સરકારે પ્રજાના પૈસે ઉભા કરવામાં આવેલ જાહેર સાહસો વેચવા કાઢ્યા તેમા રેલવેની કેટલીક ટ્રેન રુટ વેચી દીધા. તે ખાનગી ટ્રેનોના ભાડાના દર સાંભળી સામાન્ય લોકોમાં તો ઠીક પરંતુ દેશની. આમ જનતામાં આક્રોશ પેદા થઈ ગયો. અને પ્રજાજનોના આક્રોશના પડઘા ભાજપાને દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી ખાલી પડેલ પેટા બેઠકોની ચૂંટણીઓમા પડ્યો તો નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં પણ પડ્યો છે… છતાં ભાજપના રાજનેતાઓ ઊભા થનાર લોક ઝંઝાવાતને પારખવામા થાપ ખાઈ રહ્યા છે…..!!
એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે, બેરોજગારી વધી ગઈ છે, શિક્ષણ ક્ષેત્રે ફી વધારો કરાતા શિક્ષણ બેહદ મોંઘુ થઇ ગયું છે. ત્યારે કેન્દ્ર સરકારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમા ફી વધારો ઝીંકતા… વિદ્યાર્થીઓ- યુવાવર્ગ ભડકી ગયો છે. જેના પડઘાં દેશભરના વિદ્યાર્થીઓ યુવાવર્ગ અને વાલીઓમાં પડ્યા છે. આવા સળગતા વિવિધ પ્રશ્નો ભુલાવવા જે કાયદાની ઉત્તર- પૂર્વના રાજયો પૂરતી જરૂરત હતી તે નાગરિકતા સંશોધન કાયદો સમગ્ર દેશમાં લાગુ કરવાની જાહેરાત કરતાજ દેશભરના લોકોમાં ભારે ઊહાપોહ મચી ગયો છે. અનેક રાજ્યોમાં આકરા પાણીએ દેખાવો લોકોએ કર્યા. તો અનેક શહેરોમાં પણ મોટાપાયે દેખાવો થયા અને બંધ પળાયો. જ્યારે દેશના ગૃહ મંત્રીએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં આ કાયદાનો અમલ કરવામાં આવશે જેના કારણે દેશભરની પ્રજામાં ભારે આક્રોશ ફરી વળ્યો છે…! મંત્રીજીના નિવેદને બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું છે…..! અને જે લોકોએ ભાજપાને ખભે બેસાડી દિલ્હીની ગાદી પર બેસાડ્યો તેઓ પૈકીના મોટા ભાગના હવે તેની સામે આવી ગયા છે…..! દેશભરમાં મોટાપાયે પ્રજાજનોએ જે રીતે દેખાવો કર્યા છે તે જોતા નાગરિકતા કાયદો પરત ખેચી લેવામા આવે તે જ યોગ્ય ગણાશે….! ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીશ્રીએ આ કાયદા બાબતે યુએન એ દરમિયાનગીરી કરવી જોઈએ એમ કહીને ભારતમાં ત્રીજાની દખલગીરી ની વાત કરી છે એ યોગ્ય નથી…..! જે વાત મમતાજીએ સમજવાની જરૂર છે…..! તો ભાજપાએ પણ આ કાયદો પરત ખેચવાની જરૂર છે… તેમા નાનપ ન રખાય. બાકી તો લોકશાહી દેશ ભારતમા બહુમતી સાથે સત્તા ભાજપના હાથમાં છે…..!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાગરિકતા સુધારા કાયદો-બકરુ કાઢતા ઊંટ પેઠું…….!!
Next articleLRD પરીક્ષાનો વિરોધ યથાવત, મહિલાની તબિયત લથડી..!!