Home ગુજરાત ગાંધીનગર ચારધામ,૧૨ જ્યોતિર્લિંગ મળીને ૧૫,૧૦૦ કિ.મી સાઇકલ યાત્રા ૨૧૦ દિવસમાં પૂર્ણ કરનાર પોલીસ...

ચારધામ,૧૨ જ્યોતિર્લિંગ મળીને ૧૫,૧૦૦ કિ.મી સાઇકલ યાત્રા ૨૧૦ દિવસમાં પૂર્ણ કરનાર પોલીસ કર્મચારી શ્રી સંજય ગોસ્વામીનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન

3
0

(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી શ્રી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે. તા. ૨૩ મે ૨૦૨૪ના રોજના સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, ૧૨ જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની ૧૫,૧૦૦ કિ.મીની યાત્રા ૨૧૦ દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી હતી. આજ રોજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લખનીય છે કે, શ્રી સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી પાલનપુર, પુષ્કર, અમૃતસર, વૈષ્ણવ દેવી, અમરનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ,બદ્રીનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, પશુપતિનાથ નેપાળ, બાબા બૈજનાથ,કલકત્તા, કોણાર્ક સૂર્યમંદિર, જગન્નાથપુરી, શ્રી શૈલમ મલ્લિકાર્જુનમ, તિરુપતિ બાલાજી, રામેશ્વરમ,કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુ વાયોર, કોઇમતુર, બેંગ્લોર, પરલી બેજનાથ, ઓઢા નાગેશ્વર, ધ્રુશમેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, શિરડી, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, પાવાગઢ, ડાકોર, જુનાગઢ, સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, જામનગર, ચોટીલા, સહિતના યાત્રાધામોના દર્શન કરીને આજે તા.૧૮મી ડિસેમ્બર-૨૦૨૪ના રોજ સવારે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field