Home રમત-ગમત Sports ચાકાબાવાને ભારત સામેની શ્રેણીમાં ઝિમ્બાબ્વે ટીમનો કેપ્ટન બનાવાયો

ચાકાબાવાને ભારત સામેની શ્રેણીમાં ઝિમ્બાબ્વે ટીમનો કેપ્ટન બનાવાયો

55
0

(જી.એન.એસ),તા.૧૨
નવીદિલ્હી
ભારત સામેની વન-ડે શ્રેણીમાં રેજિસ ચાકાબાવા ઝિમ્બાબ્વેની ૧૭ સભ્યોની ટીમનું નેતૃત્વ કરશે. ૧૮ ઓગસ્ટથી ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. તમામ મેચો હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે. બીજી વન-ડે ૨૦ ઓગસ્ટ જ્યારે ત્રીજી અને અંતિમ વન-ડે ૨૨ ઓગસ્ટના રમાશે. ઝિમ્બાબ્વે ક્રિકેટે જણાવ્યા મુજબ ચાકાબાવા ભારત સામેની ઘરઆંગણે રમાનારી મર્યાદિત ઓવરની શ્રેણીમાં કેપ્ટન રહેશે. ઝિમ્બાબ્વેના નિયમિત કેપ્ટન ક્રેગ ઈર્વીન હાલમાં સ્નાયૂ ખેંચાઈ જવાથી સારવાર હેઠળ છે. આ ઉપરાંત ઝિમ્બાબ્વેના અન્ય ખેલાડીઓ બ્લેસિંગ મુઝારબાની, ટેન્ડાઈ ચતારા અને વેલિંગ્ટન મસાકાડ્ઝા પણ ઈજાને પગલે ટીમનો હિસ્સો નથી બની શક્યા. ઝિમ્બાબ્વેએ ગુરુવારે ભારત સામેની વન-ડે શ્રેણી માટે ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. તમામ મેચો ભારતીય સમય મુજબ બપોરે ૧ વાગ્યે યોજાશે. બર્લ, ચાકાબાવા (કેપ્ટન), ચિવાંગા, ઈવાન્સ, જાેંગવી, કાઈઆ, કાઈતાનો, માંડાન્ડે, મધવીરે, મારુમાની, મસારા, મુન્યોંગા, નગારાવા, નાયુચી, રઝા, શુમ્બા, તિરિપાનો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભૂલ ભુલૈયા ૩માં દિપીકા પાદુકોણ જાેવા મળશે
Next articleઅર્જુન તેંડુલકર મુંબઈની ટીમ છોડશે