Home ગુજરાત ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા: આગમા વિધાર્થીઓ હોમાયા પછી નઘરોરતંત્ર જાગ્યું..

ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા: આગમા વિધાર્થીઓ હોમાયા પછી નઘરોરતંત્ર જાગ્યું..

855
0

(જી.એન.એસ.,કાર્તિક જાની),તા.૨૫
ગુજરાત રાજયમાં વહીવટી તંત્રે ભર નિંદ્રા મા છે તે વાત સાચી ઠરી. અને કહેવત પણ સાચી ઠરી કે ઘોડા છૂટી જાય પછી તબેલે તાળા મારવાનો શુ મતલબ સરકારે નિયમો તો પહેલેથી બનાવેલા હતા તો અમલ કેમ નોહતો થતો શુ નિયમો કાગળ ઉપર દેખાડો કરવા માટે બનવવામાં આવે છે.સુરતમાં જે આગની દુર્ઘટના બની તે ઘટના ગુજરાતમાં પહેલી નથી અગાઉ પણ આવી ઘટના બનેલી છે સુરતમાં આવેલ વેશું મા પણ એક ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના બની હતી તો કેમ એ સમયે જ તકતાલિક પગલાં ભરવામાં ના આવ્યા? શુ તંત્ર બીજી ઘટના બને એની રાહ જોતી હતી? થોડા દિવસ અગાઉ ગાંધીનગર શહેરના GIDC માં પણ એક ખાનગી કંપનીમાં આગ લાગી હતી.આ કંપનીમા પણ ફાયર સેફટીનું લાયસન્સ હતું નહીં તેવી માહિતી સૂત્રો દવારા મળેલ હતી તથા ગુજરાતમાં તો આવી નાની મોટી ઘટનાઓ ઘણા પ્રમાણમાં બને છે સુરતની જે ઘટના બની તે અત્યંત ગંભીર છે સવાલ ઘણા ઉદ્ભવે છે કે અહીં સુરતની આ બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસિસમાં કાંઈ આજ કાલ થી તો ચાલતા નહીં હોય તો કેમ તંત્ર એ ધ્યાન ના આપ્યું અને હવે મોટા મોટા બણગા મારવના હવે દોષનો ટોપલો એક બીજા પર ઢોળવાનો તમે જો પહેલા જગ્યા હોત તો કેટલાય મા-બાપ ના છોકરા બચી ગયા હોત આ બાળકો આગમાં હોમાઈને નહિ પણ તંત્રની લાપરવાહિની આગમાં હોમાયા છે.તમે ટ્યુશન કલાસીસ ચેક કરવાના તેમજ ફાયર સેફટી ફરજીયાત આવું જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું પરંતુ ટ્યુશન ક્લાસિસમાં એકમાં જ કેમ આ જાહેરનામું સ્કૂલો માટે તેમજ ખાનગી કંપનીઓ માટે પણ લાગુ કરો અને કડક પગલાં ભરો કેમ કે ઘણી સ્કૂલો એવી છે જે ગેરકાયદેસર બાંધ-કામ કરી અને ઊંચી ઇમારતો ઉભી કરી દેવામાં આવી છે અને આવી સ્કૂલોમાં ફાયર સેફટીના નિયમને પણ ઘોળીને પી જવાય છે. ઘણી સ્કૂલોમા મેદાન નહીં હોવા છતા પણ સરકરે પરવાનગી આપી દીધી છે. આવી સ્કૂલોમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો બાળકો જાય કયા? છે જવાબ તમારી પાસે ? સ્કૂલમાં જો આગ જેવી ઘટના બનશે અને ફાયર સેફટી સાધનો નહીં હોય તો કેટલા બાળકોનો જીવ જશે છે તેનો અંદાજ આ સરકારને ? જેમ ટ્યુશન કલાસીસ માટે કડક પગલા લેવાનો આદેશ કર્યો એમ દરેક સ્કૂલ,કોલેજ તેમજ ખાનગી કંપનીઓમાં ક્યારે તપાસના આદેશ આપવામાં આવશે? કે પછી ત્યાં પણ સુરત જેવી ઘટના બને પછી જ તંત્રનું ધ્યાન જશે? સુરતમાં જે બાળકો આગમાં હોમાય એની જવાબદારી કોની? સરકાર શુ આપશે એમના માતા-પિતાને જવાબ? હાલ જે જાહેરનામું બહાર પાડી પોલીસ તંત્ર ને કડક કામગીરી કારવના આદેશ આપવામાં આવ્યા છે તે બહુ સારી વાત છે કે આવી ઘટનાઓ બનતી અટકી શકે પરંતુ તંત્ર આ કામગીરી થોડા દિવસ ચલાવીને ઢીલાશ ના મૂકે તો સારું કેમ કે આવી ઘટના બન્યા પછી સરકાર તંત્ર સામે પગલા લે કે પછી સહાય આપે પણ જે માં-બાપે પોતાના દીકરા ખોયા એમને તમારા પછી લીધેલા પગલાં એમનું ઋણ નહીં ચૂકવી શકે….

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદીની જંગી બહુમતી, પત્રકારોથી પ્રજાને સમજવામાં ક્યાં ભુલ થઈ એ નિશ્ચિત છે..
Next articleપાટનગર ગાંધીનગરમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં: ગેરકાયદે ચાલતા ટ્યૂશન ક્લાસીસ