Home મધ્ય ગુજરાત અમદાવાદ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની નોકરી સળંગ ગણવામાં આવે તો અનુભવી...

ગ્રાન્ટેડ સ્કૂલોમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની નોકરી સળંગ ગણવામાં આવે તો અનુભવી સ્ટાફ મળે

25
0

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં નોકરી કરી રહ્યા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ અનેક જગ્યાએ તૂટક તૂટક નોકરી કરી છે તો આવા કર્મચારીઓની તૂટક નોકરી સળંગ ગણવામાં આવે તેવી સંચાલકોએ માંગણી કરી છે.સળંગ નોકરી ગણવામાં આવે તો સ્કૂલને અનુભવી શિક્ષક અને સ્ટાફ મળી રહેશે. રાજ્યમાં અવઉ જ્યારે કેન્દ્રીય ભરતી સમિતિ નહોતી ત્યારે કર્મચારીઓને એક શાળામાંથી બીજી શાળામાં નોકરી કરવા જવાનું સરળ હતું.

અગાઉ ઓછી લાયકાત ધરાવીને કર્મચારીઓએ જે તે જગ્યાએ નોકરી લાગ્યા હતા તે બાદ જ્યારે પરીક્ષા આપીને ઉચ્ચ અભ્યાસ કરીને કર્મચારીઓ પોતાના હોદ્દા પર થી ઊંચા હોદા પર નોકરી કરી રહ્યા હતા.આમ વર્ષો સુધી અલગ અલગ જગ્યાએ નોકરી તો કરવામાં આવે છે પરંતુ તે તૂટક તૂટક નોકરી ગણવામાં આવે છે.

રાજ્યમાં એક જ જગ્યાએ સળંગ નોકરી કરી હોય તેને પ્રમોશન અથવા અન્ય લાભ પણ મળે છે ત્યારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ દ્વારા તૂટક નોકરી કરવામાં આવી છે જેથી તેમને લાભ મળતો નથી અને તેમના અનુભવનો લાભ સ્કૂલને મળતો નથી.

સળંગ નોકરી ગણવામાં આવે તો નોકરીનો સમયગાળો વધશે તો અનુભવી સ્ટાફ મળી રહેશે તથા સરકારની તિજોરી પણ કોઈ ભાર પણ નહીં પડે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં રિવરફ્રન્ટ પરના અટલ બ્રિજ પર મુલાકાતીઓ માટે ઓનલાઇન બુકીંગની સુવિધા થશે
Next articleવડોદરામાં વિધર્મી વિદ્યાર્થીએ ચોથા નોરતાની રાત્રે વિદ્યાર્થિનીની છેડતી કરી