Home ગુજરાત ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી...

ગો ગ્રીન: પ્લાસ્ટીક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘ગુજરાત પોલીસ’ની અનોખી પહેલ

44
0

(G.N.S) dt. 28

પોલીસ વિભાગની વિવિધ ઇમારતોના છત ઉપર ઉર્જા વિભાગની મદદથી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે

ગાંધીનગર,

પોલીસ ભવન તેમજ ગાંધીનગર પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મળીને ૨૩૭ કિલો વૉટની ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ અલગ અલગ ઇમારતોના છત પર ઈન્સ્ટોલ કરવામાં આવી

પોલીસ ભવન ખાતે પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકાયુ: સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો

    સૌર ઉર્જાનો વ્યાપ વધારીને વીજળી બચાવવા તથા વર્તમાન સમયમાં મહત્તમ વપરાશમાં લેવાતી પ્લાસ્ટીકની બોટલનો સ્થળ પર જ નિકાલ લાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ઉર્જા વિભાગની મદદથી તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ વિભાગની કાર્યરત ઇમારતોના છત ઉપર સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કરાવી મહત્તમ વીજ બચત કરવામાં આવશે. 

ગાંધીનગર સ્થિત પોલીસ ભવનની ઇમારતના છત ઉપર તથા ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે વિવિધ બેરેક, તાલીમ સેન્ટર સહિતની ૧૨ ઇમારતોમાં મળી ૨૩૭ કિલો વૉટ જેટલી ક્ષમતા ધરાવતી સોલર રૂફ્ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સોલાર પેનલ ઇન્સ્ટોલેશન કામગીરી ચાલી રહી છે અને અન્ય કચેરીઓમાં પણ તબક્કાવાર આ કામગીરી ચાલુ થશે. જેનાથી આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની બચત થશે. એટલુ જ નહિ, આ પહેલથી પર્યાવરણનું રક્ષણ થવાની સાથોસાથ કુદરતી સંસાધનોનો વ્યય અટકશે અને તેનો મહત્તમ સદઉપયોગ થશે.

ગો ગ્રીન- ગ્રીન ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાત પોલીસે વધુ એક પહેલ કરી છે, જેમાં ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે મુખ્ય સંકુલમાં જ એક પ્લાસ્ટીક બોટલ ક્રશર મશીન મુકવામાં આવ્યુ છે. પ્લાસ્ટીક બોટલને ગમે ત્યાં ન ફેંકીને તેને આ મશીનમાં ક્રશ કરી સ્થળ પર જ પ્લાસ્ટીક બોટલ વેસ્ટ નિકાલ કરવા પોલીસે સંકલ્પ લીધો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field