Home દેશ - NATIONAL ગેહલોતે દેખાડી ગાંધી પરિવારને તાકાત?.. આ બળવાથી તો હાઈકમાન્ડ થયું હેરાન!..

ગેહલોતે દેખાડી ગાંધી પરિવારને તાકાત?.. આ બળવાથી તો હાઈકમાન્ડ થયું હેરાન!..

46
0

રાજસ્થાનમાં એકવાર ફરી કોંગ્રેસમાં બે ફાડ થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં અશોક ગેહલોતની દાવેદારીથી શરૂ થયેલી હલચલ હવે રાજકીય તોફાનમાં પરિવર્તિત થઈ ગઈ છે. ગેહલોત બાદ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાના હાઈકમાન્ડના સંભવિત નિર્ણય પર બબાલ શરૂ થઈ ગઈ છે. અશોક ગેહલોત જૂથના બધા ધારાસભ્યોએ રાજીનામાની જાહેરાત કરી દીધી છે.

ગેહલોતના આ વલણથી પાર્ટી હાઈકમાન્ડ ખુબ હેરાન છે. સૂત્રો પ્રમાણે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા પર કેસી ગેણુગોપાલે ગેહલોતને ફોન કર્યો અને પૂછ્યુ કે જયપુરમાં શું ચાલી રહ્યું છે? જાણવા મળ્યું કે મુખ્યમંત્રીએ હાથ ઉંચા કરી દીધા અને કહ્યું કે તે કંઈ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે આ ધારાસભ્યોનો અંગત નિર્ણય છે અને તેમાં તેનો કોઈ હાથ નથી. ત્યારબાદ વેણુગોપાલે ખડગે સાથે વાત કરી છે.

પાર્ટીએ આજે રાત્રે મામલાનો ઉકેલ લાવવાનું કહ્યું છે. દરેક ધારાસભ્ય સાથે વાત કરી હલ કાઢવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ કેવી વેણુગોપાલે મીડિયાને કહ્યુ કે મેં અશોક ગેહલોત સાથે કોઈ વાત કરી નથી. જે પણ પ્રશ્ન હશે તેને ઉકેલી લેવામાં આવશે. દિલ્હીથી મોકલવામાં આવેલા પર્યવેક્ષક મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનની હાજરીમાં ગેહલોતના આવાસ પર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી.

જાણવા મળી રહ્યું છે કે તેમાં એક પ્રસ્તાવ પાસ કરવાનો હતો કે નવા મુખ્મયંત્રીની પસંદગી પાર્ટી હાઈકમાન્ડ કરશે. ગેહલોત જૂથને આશંકા છે કે પાર્ટી સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવશે. મુખ્યમંત્રી ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ બધા જાણે છે. 2018ના બળવા બાદ પાયલટ ગેહલોતને ખટકી રહ્યાં છે. અશોક ગેહલોત જૂથના આ દાંવને રાજકીય પંડિત પણ અચરજથી જોઈ રહ્યાં છે. તેને તે રૂપમાં જોવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ બનતા પહેલા ગેહલોત ગાંધી પરિવારને પોતાની તાકાત દેખાડી રહ્યા છે.

તેને ગાંધી પરિવારને પડકારવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે, કારણ કે સોનિયા ગાંધી અન રાહુલ ગાંધીએ સચિન પાયલટને 2020માં આપેલું વચન પૂરુ કરવાનું મન બનાવી લીધુ છે. 2018માં કોંગ્રેસને સત્તામાં લાવવામાં પાયલટની મહત્વની ભૂમિકા હતી. પરંતુ અશોક ગેહલોતને પાયલટ મંજૂર નથી. ગેહલોત પોતાના ખાસ નેતાને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે પરંતુ આ રીતે ધારાસભ્યો રાજીનામા આપશે તેની કલ્પના પાર્ટી હાઈકમાન્ડે પણ કરી હશે નહીં.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના આ મંત્રીને લંડનમાં કોફી શોપની બહાર પ્રવાસીઓએ જોઈને આ શું બુમો પાડી!…
Next articleગેહલોત જૂથના 92 ધારાસભ્યોએ રાજીનામાની જાહેરાત કરી, સચિન પાયલટને ખુરશી સોંપવી મંજૂર નથી