Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ગેંગસ્ટર રવિ નાગર ઉર્ફે રવિ કાણાની થાઈલેન્ડથી ધરપકડ કરવામાં આવી

ગેંગસ્ટર રવિ નાગર ઉર્ફે રવિ કાણાની થાઈલેન્ડથી ધરપકડ કરવામાં આવી

16
0

(જી.એન.એસ) તા. 23

નોઇડા,

 મિડીયા રિપોર્ટ મુજબ 25 હજારનું ઈનામ ધરાવનર, ઘણાં સમયથી નાસતા ફરતા ગેંગસ્ટર રવિ નાગર ઉર્ફે રવિ કાણાની ધરપકડ કરવામાં આવી છે. રવિ તેની ગર્લફ્રેન્ડ કાજલ ઝા સાથે ફરાર હતો. ગેંગરેપના આરોપી રવિ કાણાના ઠેકાણાઓ પર પોલીસ અનેક વાર દરોડા પાડી ચુકી હતી પણ તે ઝડપાતો ન હતો. રવિની થાઈલેન્ડથી ધરપકડ કરી લેવામાં આવી હતી.  માફિયા રવિ નાગર ઉર્ફે રવિ કાણા અને ગેંગના અન્ય ફરાર શખ્સો પર કાનૂનો ગાળિયો સતત મજબૂત થઈ રહ્યો હતો. તેની પત્ની મધુ નાગરની પણ ફેબ્રુઆરીમાં ધરપકડ થઈ હતી. ગેંગના અન્ય શક્સોની ધરપકડ સાથે જ પોલીસે જ્પતીની કાર્યવાહી માટે રવિ કાણાના મુળ ગામ દાદુપુર સ્થિત ઘર પર કલમ-82 હેઠળની નોટીસ પણ ચિપકાવી હતી, ગયા મહિને રવિની ગેંગના ખાસ સભ્ય તરૂણ છોંકરની બીટા-2 પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. આરોપી એમબીએ પાસ છે અને પાણીના રેલાની જેમ અંગ્રેજી બોલે છે. તેની વિરૂધ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ બીટા-2 કોતવાલીમાં ગુનો દાખલ છે. આ ગેંગના સભ્યો રાજકુમાર નાગર, અનિલ નાગર, આઝાદ નાગર, વિકાસ નાગર, વિક્કી, અફસાર, રાશીદ અલી, પ્રહલાદ, મહકી નાગર, મધુ નાગર, અમન શર્મા, અવધ ઉર્ફે બિહારી ઉર્ફે અમર સિંહની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleસુપ્રીમ કોર્ટે બાબા રામદેવને પતંજલિ માફીની જાહેરાતને મોટા કદમાં ફરીથી રિલીઝ કરવાનો આદેશ આપ્યો