Home ગુજરાત ગેંગરેપ કાંડઃ નામચીન રમેશ કાબા આખરે અડાજણ પોલીસ મથકમાં હાજર થઇ ગયો

ગેંગરેપ કાંડઃ નામચીન રમેશ કાબા આખરે અડાજણ પોલીસ મથકમાં હાજર થઇ ગયો

451
0

(જી.એન.એસ), તા.૩
કડોદરાના ફાર્મહાઉસમાં કોલગર્લ પર ગેંગરેપની ચકચારી ઘટનામાં આરોપીઓને પકડવા પોલીસ હવાતિયાં મારતી રહી હતી અને બળાત્કાર કેસમાં મુખ્ય કલાકાર મનાતો નામચીન રમેશ કાબા પડદા પાછળ ગોઠવણ કરી પોલીસ મથકમાં હાજર થઇ ગયો હતો. અડાજણ પોલીસે કાબાની ધરપકડ કરી હતી. પોલીસની દોડધામની વાતો વચ્ચે અન્ય આરોપીઓ પણ સરન્ડર થાય તેવી શક્યતા વર્ણવાઇ રહી છે.
મળતી વિગતો પ્રમાણે મુંબઇના મલાડ ખાતે રહેતી ૨૧ વર્ષીય કોલગર્લ પર કડોદરાના આર.કે.ફાર્મહાઉસમાં ગેંગરેપ થયો હતો. વરાછા વિસ્તારના રમેશ કૂરજી લાખાણી ઉર્ફે રમેશ કાબા તથા તેના મિત્રો કમ સાગરીતોએ એમ પાંચ જણા નશામાં ચકચૂર બની હેવાનની જેમ તૂટી પડયા હતા. વાસનાનો ખેલ રચ્યા બાદ હવસખોરોએ પીડિતા કોલગર્લની ધોલાઇ પણ કરી હતી. આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે રમેશ કાબા, તેના ડ્રાઇવર વિકુ ઉર્ફે રિન્કુ સહિત પાંચ બળાત્કારીઓ તથા દલાલો રમેશ કાકા અને વિજય પરમાર મળી કુલ સાત જણા સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. અડાજણ પોલીસે સાત આરોપીઓ પૈકી રમેશ કાબાના ડ્રાઇવર વિકુ ઉર્ફે રિન્કુ માનજીતસિંગ પટેલની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. દરમિયાન આ ચકચારી પ્રકરણમાં કડોદરાના આર.કે.ફાર્મહાઉસનો માલિક રમેશ કાબા ઉપરાંત તેના મિત્રો ભરત, નિકજ, જૈમિન તથા દલાલો રમેશ ઉર્ફે કાકો અને વિજય પરમાર નાસતા-ફરતા છે. અડાજણ પોલીસે બળાત્કારીઓને પકડી પાડવા અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારી હોવાના પણ દાવા કર્યા હતા. જોકે, પોલીસના આ હવાતિયા વચ્ચે રવિવારે મોડીસાંજે રમેશ કાબા પોલીસ મથકમાં હાજર થઇ ગયો હતો. પડદા પાછળ ગોઠવણ કરી રમેશ કાબાએ વકીલ મારફતે સરન્ડર કર્યુ હતું. અડાજણ પોલીસે કાબાની ધરપકડ કરી હતી. દરમિયાન કાબાના બળાત્કારી મિત્રો તથા દલાલો પણ સરન્ડર કરે તેવી શક્યતા છે.
સામૂહિક બળાત્કાર કાંડના મુખ્ય સૂૂત્રધાર શરાબ, શબાબ અને કબાબનો શોખીન છે. કડોદરાના ફાર્મહાઉસમાં વારંવાર હાઇપ્રોફાઇલ મહેફિલ પણ યોજે છે. આ મહેફિલમાં રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ ઉપરાંત અનેક મોટા માથામાં પણ જલસા કરવા આવતા હોવાનું કહેવાય છે. શરાબના નશામાં છાકટા બની જતા કાબાએ વર્ષો પહેલાં મોટા વરાછાની રિવરવ્યુ સોસાયટીમાં કરેલું કારનામું પણ ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું હતું. એક સૌરાષ્ટ્રવાસી આગેવાન પણ રિવરવ્યુમાં રહેતા હતા અને તેઓ કાબાના ગોરખધંધા અને વિકૃત હરકતોથી તોબા પોકારી ગયા હતા. જે મામલે ભારે બખેડો પણ થયો હતો. આ ઉપરાંત, તાપીની લીઝના ધંધામાં પણ કોઠાકબાડા કરી કાબો કરોડપતિ થયો હોવાનું જાણવા મળે છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સાથેની સાઠગાંઠમાં તાપીમાંથી રેતી કાઢવાનો કોન્ટ્રાક્ટ કાબાએ મેળવી લીધો હતો. આ કોન્ટ્રાક્ટની આડમાં કાબાએ રેતીખનનના અનઅધિકૃત વેપલામાં કરોડો રૃપિયાની કમાણી કરી છે. ખાણખનીજના અધિકારીઓ પણ આ ગોરખધંધામાં માલામાલ થયા હોવાનું જાણવા મળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતના ઈન્ચાર્જ DGP પી. પી. પાન્ડેયને હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Next articleજૂનાગઢમાં ફૂટપાથ પર બેસતા મોચીને મળી આયકરની નોટિસ!