Home દુનિયા - WORLD ગૂગલે બનાવ્યું ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ડૂડલ, જાણો આ ડુડલનો અર્થ

ગૂગલે બનાવ્યું ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ડૂડલ, જાણો આ ડુડલનો અર્થ

38
0

ગૂગલે 14 ફેબ્રુઆરી 2023ના દિવસે એટલે કે વેલેન્ટાઈન ડેના અવસરે એક એનિમેટેડ ડૂડલ બનાવ્યું છે. આજે દુનિયાભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. ગૂગલે પણ આ અવસરે શાનદાર ડૂડલ બનાવીને પ્રેમના દિવસને યાદ કર્યો છે. ગૂગલનું આ નવું ડૂડલ એનિમેટેડ છે તથા તેના બેકગ્રાઉન્ડમાં બ્લર Google લખેલું જોવા મળે છે. ડૂડલમાં બે દુ:ખી વોટર ડ્રોપને ઉપરથી નીચે પડતા દેખાડવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તે મળીને એક થઈને દિલનો આકાર લઈ લે છે. ગૂગલે આ ડૂડલને નામ આપ્યું છે…‘Rain or shine, will you be mine?’ એવું કહેવાય છે કે મધ્ય યુગમાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા શહેરોમાં એવું માનવામાં આવતું હતું કે આ દિવસથી પક્ષીઓના મિલનની સીઝન શરૂ થાય છે. ત્યારબાદ આ દેશોમાં આ દિવસને પ્રેમના દિવસ સાથે જોડવામાં આવ્યો અને પછી ધીરે ધીરે તેને સેલિબ્રિટ કરવાનું શરૂ થયું. 17મી સદીમાં વેલેન્ટાઈન ડે ખુબ લોકપ્રિય થઈ ગયો. એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન ડેનું નામ સંત વેલેન્ટાઈનની યાદમાં પડ્યું જે ત્રીજી સદીમાં રોમન કેથોલિક પ્રીસ્ટ હતા. તેમનું મૃત્યુ 14 ફેબ્રુઆરીના રોજ 270AD માં થયું હતું. આ સિવાય એવું પણ કહેવાય છે કે વેલેન્ટાઈનનો ઈતિહાસ ફર્ટિલિટી માટે થનારા એક રોમન ફેસ્ટિવલ ‘Lupercalia’ સાથે જોડાયેલો છે. એવું પણ મનાય છે કે Lupercalia ફેસ્ટિવલને એક ધાર્મિક ટ્વિસ્ટ દેવા માટે ચર્ચે તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવાનો શરૂ કર્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા શર્મસાર, પુત્ર બીમાર પિતાને હાથલારીમાં લઈ ગયો હોસ્પિટલ
Next articleકેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના અંદાજમાં કેમેરા સામે અનેક સવાલોના બેખૌફ થઈને આપ્યા જવાબ