Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત CM ભુપેન્દ્ર પટેલની ૨.૦ સરકાર નું ૩ લાખ ૧ હજાર ૨૨...

ગુજરાત CM ભુપેન્દ્ર પટેલની ૨.૦ સરકાર નું ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડનું નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ

190
0

ગુજરાતના નાગરિકો માટે આનંદની વાત છે કે, રાજ્યના નાગરિકો પર કોઈ પણ જાતનો નવો કર નાંખવામાં આવ્યો નથી

(GNS News Agency)

ગાંધીનગર તા. ૨૪


૧૫મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24નું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.


ગુજરાતનું વર્ષ 2023-24 ના વર્ષનું બજેટ 5 સ્તંભમાં જાહેર કરવામા આવ્યું હતું, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં કેહવામાં આવ્યું હતું કે આવનારી પેઢીના ઉજ્વળ ભવિષ્ય માટે અમારી સરકારના પાંચ વર્ષનું વિઝન અને આગામી વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓ રજૂ કરું છું.

  • પ્રથમ સ્તંભ ગરીબ અને જરૂરિયાત મંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડનો ખર્ચ
  • બીજો સ્તંભ- માનવ સંસાધન વિકાસ માટે આગામી 5 વર્ષમાં અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
  • ત્રીજો સ્તંભ- વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં અંદાજિત 5 લાખ કરોડનો ખર્ચ
  • ચોથો સ્તંભ- કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
  • પાંચમો સ્તંભ- ગ્રીન ગ્રોથ માટે આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનો ખર્ચ
  • શિક્ષણ માટે ખાસ મોટી જાહેરાત
    10 હજાર કરોડના ખર્ચે 20 હજાર શાળાઓમાં 50 હજાર નવા વર્ગખંડો બનાવશે સરકાર
    દોઢ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ અને 20 હજાર કમ્પ્યૂટર લેબ ઊભી કરીશું
    ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઈબ્રેરી બનાવશે સરકાર
    વિશ્વસ્તરની આંતર માળખાકીય સવલતો માટે 5 વર્ષમાં 5 લાખ કરોડનો ખર્ચ કરશે સરકાર
    છાત્રાલયો-આશ્રમ શાળાઓને 324 કરોડ
    10 લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા 562 કરોડની જોગવાઈ
    SC અને વિકસતિ જાતિના 1થી 10માં ભણતા 40 લાખ વિદ્યાર્થીઓને 376 કરોડની જોગવાઈ
    37 લાખ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 334 કરોડ રૂપિયાની જોગવાઈ
    પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને સાઈકલ આપવા 75 કરોડની જોગવાઈ
    દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
  • પાણી અંગે મોટી જાહેરાત
    100 ટકા નલ સે જલમાં જે કનેક્શન બાકી છે તેની કામગીરી પૂર્ણ કરવા પર ભાર
    પાણીના ઉપયોગનું ઓડિટ કરવામાં આવશે
    રિસાયકલ પાણીના ઉપયોગ માટે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે
    તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે 250 કરોડની જોગવાઈ
    સાબરમતી નદી પર સિરીઝ ઑફ બેરેજ બાંધવા 150 કરોડ રૂપિયાની જોગવાઈ
    નલ સે જલ યોજના માટે 2602 કરોડ
    અટલ ભુજલ યોજના હેઠળ સૂક્ષ્મ સિંચાઈ યોજનાને પ્રોત્સાહન આપવા 200 કરોડ
    પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઈ
    રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના સરકારની મોટી ઉપલબ્ધિ
    અંબાજીથી ઉમરગામ સુધી પીવાના પાણીની સુવિધા પૂરી પડાશે
    સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા 800 કરોડની જોગવાઈ
  • ગરીબો માટે મોટી જાહેરાત
    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 5580 કરોડની જોગવાઈ
    11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન માટે 1340 કરોડની જોગવાઈ
    રાજ્યમાં 150 અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે
    શ્રમિકોને 5 રૂપિયાના નજીવા દરે ભોજન મળી રહેશે
    સરકારી યોજનાના લાભ માટે દરેક કુટુંબને કુટુંબ ઓળખપત્ર આપવામાં આવશે
  • ખેડૂતો માટે મહત્વ ની જાહેરાત
    ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવા વ્યાજ સહાય પેટે 1270 કરોડની જોગવાઈ
    કૃષિ યંત્રો ખરીદવામાં સહાય માટે 615 કરોડ રૂપિયાની જોગવાઈ
    કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21,605 કરોડ રૂપિયાની જોગવાઈ
    ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા 8278 કરોડની જોગવાઈ
    કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડની જોગવાઈ
    ખેડૂતોને દિવસે વીજળી આપવા 1500 કરોડની જોગવાઈ
    ખેડૂતોને આધુનિક કૃષિ યંત્રો માટે 29 કરોડ રૂપિયાની જોગવાઈ
  • દિવ્યાંગો માટે મોટી જાહેરાત
    દિવ્યાંગોને પેન્શન માટે 58 કરોડની જોગવાઈ
    મનો દિવ્યાંગ 50 હજાર લાભાર્થીઓ માટે 60 કરોડની જોગવાઈ
    દિવ્યાંગોને STમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ
    નિરાધાર બાળકોને માસિક સહાય માટે 73 કરોડની જોગવાઈ
    દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઈ
    સાતફેરા સમુહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ

નાણાકીય વર્ષ 2023-24 ના બજેટ માં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 8500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. MSME ઉદ્યોગોને પ્રોત્સાહન માટે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મોટા ઔદ્યોગિક એકમોને મુડી રોકાણ માટે પ્રોત્સાહિત કરવા 880 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદીજાતિ વિસ્તારમાં GIDC વસાહતોના વિકાસ માટે 23 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ટ્રીટેડ વેસ્ટ વોટર નિકાલની પાઈપ લાઈન માટે 470 કરોડ, રફાળેશ્વર અને બેડીપોર્ટ નજીક ટર્મિનલ માટે 237 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોલેરા, માંડલ-બેચરાજી, PCPIR દહેજમાં વૈશ્વિક માળખાકીય સુવિધા માટે 188 કરોડ, જંબુસર ખાતે સ્થાપવામાં બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે 100 કરોડ, માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ માટે વધારાની કાઉન્સિલની રચના માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


નાણાકીય વર્ષ 2023-24 ના અંદાજપત્ર માં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડ, ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે 217 કરોડ, નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા 192 કરોડ, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા 24 કરોડ, 50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


ગુજરાત રાજ્ય ના નાણામંત્રી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ માં માર્ગ મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઈ કરાઈ છે. 7 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાના રિસરફેસિંગ માટે 2200 કરોડ, ઓખા-બેટ દ્વારકાને જોડતા ફોરલેન બ્રિજ માટે 962 કરોડ, સરખેજ-ગાંધીનગર હાઈવે માટે 913 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ-બગાદરા-રાજકોટ હાઈવે માટે 615 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા માટે 600 કરોડની જોગવાઈ કરાઈ છે.

(GNS News Agency)

Previous articleબ્રાજીલમાં પૂલ ગેમમાં હાર સહન ના થતા!.. બે લોકોએ તો, ફાયરિંગ કરી 7ને મારી દીધી ગોળી
Next articleભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી… નિફ્ટી ફયુચર ૧૭૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!