Home ગુજરાત ગુજરાત હાઇકોર્ટમાંથી બનાવટી દસ્તાવેજોના આધારે જામીન લેવાનું કૌભાંડ ઝડપાયું

ગુજરાત હાઇકોર્ટમાંથી બનાવટી દસ્તાવેજોના આધારે જામીન લેવાનું કૌભાંડ ઝડપાયું

430
0

(જી.એન.એસ), તા.૭ અમદાવાદ
અમદાવાદની સેન્ટ્રલ જેલ સહિત ગુજરાતની વિવિધ જેલોમાં રહેલા માલેતુજાર કેદીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે વચગાળાના જામીન ગુજરાત હાઇકોર્ટમાંથી લીધા હોવાનું ખુદ ગુજરાત હાઇકોર્ટના ધ્યાને આવ્યું છે. આ મામલે ખુદ હાઇકોર્ટ જ સુઓમોટો કાર્યવાહી કરે તેવી સંભાવના છે.
વિવિધ જેલોમાં રહેલા કેદીઓએ વચગાળાના જામીન લેવા માટે કેટલાક ચોક્કસ લેભાગુઓનો સંપર્ક કરી બનાવટી દસ્તાવેજો ઉભા કરી ગુજરાત હાઇકોર્ટની આંખમાં ધુળ નાખી જામીન લીધા હોવાનું ગુજરાત હાઇકોર્ટને ધ્યાને આવ્યુ છે. આ મામલે ખુદ હાઇકોર્ટે જ સંબંધિત એજન્સીઓને તપાસ કરી હાઇકોર્ટને રિપોર્ટ આપવા સૂચના આપી છે.
આ મામલે કેટલાક સરકારી અમલદારોની સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યુ છે જેથી અનેક અમલદારો પર તપાસની તલવાર લટકી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં ગરમીથી બચવા કેનાલમાં ન્હાવા પડેલા ત્રણ કિશોર તણાયા
Next articleકોંગ્રેસ પાસે મુદ્દા ન હોવાથી વ્યક્તિગત બાબતોમાં પડે છેઃ જીતુ વાઘાણી