Home ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાત સરકાર દ્વારા 9 ઉપ સચિવોની બદલીના આદેશ કરાયા

ગુજરાત સરકાર દ્વારા 9 ઉપ સચિવોની બદલીના આદેશ કરાયા

10
0

(જી.એન.એસ),તા.૧૦

ગાંધીનગર,

લોકસભા ચૂંટણી-2024ને આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં અધિકારીઓની બદલીની મોસમ જામી છે. તાજેતરમાં જ આઈએએસ, પ્રભારી સચિવ, પીઆઈ, પીએસઈની બદલીઓ સાગમટે કરવામાં આવી છે. આ જ શ્રેણીમાં હવે ઉપ સચિવોની પણ બદલીના આદેશ કરાયા છે. કુલ 9 ઉપ સચિવોની બદલી કરી દેવામાં આવી છે.અધિકારી વર્તુળમાં આ બદલીના આદેશ પાછળ લોકસભા ચૂંટણી 2024 કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે.

આજે કુલ 9 ઉપ સચિવોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. તેમજ કુલ 77 સચિવાલય સંવર્ગ-2ના સેક્શન અધિકારીઓને ઉપ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતીના પણ આદેશ કરાયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે કુલ 9 ઉપસચિવોની બદલીના આદેશ કરાયા છે. જેમાં પરેશ ચાવડા, ગાયત્રી દરબાર, ઈલા પટેલ, કમલેશ ધરમદાસાણી, ડૉ. રાજેશકુમાર બલદાણીયા, હિતેષ અમીન, ડી. પી. વસૈયા, શ્રીમતી જે. ડી. સુથાર અને શ્રીમતી પી.એમ. પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુલ 77 સચિવાલય સંવર્ગ-2ના સેક્શન અધિકારીઓને ઉપ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતીના પણ આદેશ કરાયા છે.

કોની ક્યાં બદલી કરવામાં આવી ?

પરેશ ચાવડાની મહેસૂલ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

ગાયત્રી દરબારની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

ઈલા પટેલની નાણાં વિભાગમાંથી સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

કમલેશ ધરમદાસાણીની મહેસૂલ વિભાગમાંથી ગુજરાત તકેદારી આયોગમાં બદલી કરવામાં આવી છે.

રાજેશકુમાર બલદાણીયાની ક્લાયમેટ ચેન્જ વિભાગમાંથી શિક્ષણ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

હિતેષ અમીનની વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગમાંથી ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

ડી.પી. વસૈયાની માર્ગ અને મકાન વિભાગમાંથી વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

જે. ડી. સુથારની વન અને પર્યાવરણ વિભાગમાંથી માર્ગ અને મકાન વિભાગમાં બદલી કરવામાં આવી છે.

પી.એમ. પટેલની આદિજાતિ વિકાસ વિભાગમાંથી ક્લાયમેટ ચેન્જ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસીબીએસઈ બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ફળ વગેરે લઇ જવા પર છૂટ આપી
Next articleવડોદરામાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું