Home ગુજરાત ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ સત્વરે ભરાશે : શિક્ષણ મંત્રી...

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ સત્વરે ભરાશે : શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું

15
0

રાજ્યમાં 649 જગ્યાઓ ભરાયેલી : વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર જગ્યાઓ ખાલી

(જી.એન,એસ),તા.૨૦


ગાંધીનગર,


શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ની ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે. વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને બઢતીના કારણોસર આ જગ્યાઓ હાલ ખાલી છે જે માટે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠક તાજેતરમાં મળી છે.અને એ મુજબ નિયમોનુસાર બઢતી અને સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે.


વિધાનસભા ખાતે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧-૨ ના મંજુર મહેકમ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી શ્રી ડીંડોરે જણાવ્યું કે, રાજ્યમાં 31-12-2023ની સ્થિતિએ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની 1122 જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ સીધી ભરતીથી અને બઢતીથી ભરવાની થતી હોઈ નિયમોનુસાર કાર્યવાહી કરીને બનતી ત્વરાએ આ કાર્યવાહી પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતેજસ્વી યાદવની ‘જન વિશ્વાસ યાત્રા’ શરૂ, 10 દિવસમાં 39 જિલ્લાની મુલાકાત લેશે
Next articleવલસાડ જિલ્લામાં રાયપનીંગ એકમ ઉભા કરવા છેલ્લા બે વર્ષમાં રૂ. ૪૭.૦૯ લાખની સહાય ચૂકવાઇ: રાજય કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ