Home ગુજરાત ઉત્તર ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક ભવ્ય ઐતિહાસિક જીત

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક ભવ્ય ઐતિહાસિક જીત

38
0

GNS ન્યુઝ એજન્સીનો એક્સિટ પોલ સચોટ રહ્યો. ફરી એક વાર ભાજપે ગુજરાતની જનતાના મન ઉપર રાજ મેળવી લીધું અને ઐતિહાસિક જીત હાંસલ કરી ફરીથી સરકાર બનાવી વિકાસ કાર્યોની ગાથા આગળ વધાવશે. આ પ્રચંડ બહુમત એ સાબિત કરે છે કે 2024માં પણ ભાજપને હરાવવું અશક્ય. ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે, ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજય પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું. વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત થઈ છે. તો કોગ્રેંસના કિરીટ પટેલની કારમી હાર થઈ છે.

કોંગ્રેસના ગઢ ગણાતા ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના પુંજાભાઈ વંશની હાર થઈ છે. સુરતની વરાછા બેઠક પર આ વખતે કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈ હતી. આ બેઠક પર કુમાર કાનાણીની જીત થઈ છે,જ્યારે આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયાની હાર થઈ છે.રાજકોટ જિલ્લાની ગ્રામ્ય બેઠક પર ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાની જીત થઈ છે.તેઓએ ૭૬૦૦૦ વધુ લીડથી જીત મેળવી છે. આ સાથે જયેશ રાદડિયાએ જનતાનો આભાર માન્યો છે. જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત થઈ છે.  ભાજપનું ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસન છે, પરંતુ ભાજપ અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડી શકી ન હતી.

પરંતું ભાજપે હવે એ પણ હાંસિલ કરી દીધું છે. ભાજપે માધવસિંહનો ૧૪૯ સીટનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવે કોઈ કહી નહિ શકે કે, ભાજપે બહુમત તો મેળવી પણ માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી, ભાજપે આજે ૧૫૬ થી વધુ બેઠકો પર લીડ મેળવીને આ વાત પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે.ભાજપની જીતની ચારેતરફ ઉજવણી કરવામાં આવી હતી કમલમમાં ઉજવણી સવારથી શરૂ થઇ ગઇ હતી ફટાકડા ફોડીને ઉમેદવારો જીતની ઉજવણી કરતા જાેવા મળ્યા હતાં કમલમમાં ઢોલનગારાના તાલે ઉજવણી કરી હતી અને ગરબા રમ્યા હતાં જીત બાદ  દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચી ગયા હતાં  કહેવાય છે કે, આવતીકાલે અથવા ૧૦મી ડિસેમ્બરે કમલમ ખાતે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર ૧૨ ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિની શક્યતા ચર્ચાઈ રહી છે.

આ માટે ભવ્ય સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ભાજપે ૧૫૬ બેઠકો કોંગ્રેસને ૧૭ અને આપને પાંચ બેઠકો અને અન્ય ૪ બેઠકો પર સરસાઇ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ઇતિહાસ સર્જયો છે અને ૧ લાખ ૯૨ હજાર મતોની સરસાઇ મેળવી હાંસલ કરી છે આ સાથે જ જ્યાં જ્યાં ભાજપ જીત્યું છે  ત્યાં ઉજવણી કરવામાં આવી હતી અનેક બેઠકો પર ઉમેદવારોએ ફટાકડા લાવીને ફોડવામાં આવ્યા હતાં. ભાજપની જીત વિશે ભાજપના નેતાએ કહ્યું કે, ગુજરાતની જનતાએ બતાવી દીધું કે, અમને તુષ્ટીકરણ અને મફતમાં રસ નથી, અમને માત્ર વિકાસ અને ભાજપમાં રસ છે. આ ભાજપના ભરોસાની જીત છે.

માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા અમે જઈ રહ્યાં છે. અમને પ્રધાનમંત્રી મોદી પર ભરોસો છે. એ યાદ રહે કે ભાજપની પ્રચંડ જીતના કારણો  જાેઇએ તો સી આર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બનતા જ તેમણે ૨૦૨૨ ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પેજ પ્રમુખ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં બુથના પેજ માટે પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી.

આ બાદ, જમીનીસ્તરે આ પેજ પ્રમુખો દ્વારા પ્રચાર અને વોટ શેયર વધારવા ખુબ મહેનત કરવામાં આવી હતી, આ સાથે જ, વડાપ્રધાન મોદી, સી આર પાટીલ સહિતના અનેક હોદેદારો દ્વારા આ પેજ પ્રમુખો સાથે સંવાદ કરવામાં આવતો હતો. આથી, અભિયાનમાં બુથ મેનેજમેન્ટ અને માઇક્રો પ્લાનિંગમાં ખુબ જ મહત્વનો ફાળો મળ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકડોદરા પોલીસે પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
Next articleપ્રિયંકા ગાંધીનો હિમાચલ પ્રદેશમાં સફળતાનો સ્ટ્રાઈક રેટ 80 ટકા રહ્યો