(જી.એન.એસ) તા.૧
ગાંધીનગર/અમદાવાદ,
પહેલા પદવીદાન સમારોહની આચાર્ય ગીદવાણીથી લઈને 70 મા પદવીદાન સમારોહની આચાર્ય દેવવ્રતજી સુધીની તસવીરો : પૂજ્ય ગાંધીજીના 11 મહાવ્રતો પણ અંકિતગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગૂજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક દરમિયાન વિદ્યાપીઠના વર્ષ-2025 ના કેલેન્ડર અને ડાયરીનું વિમોચન કર્યું હતું.ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહ જ્યાં યોજાય છે તે વિધાપીઠ સંકુલમાં આવેલા પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની સ્થાપનાને 100 વર્ષ થયા છે. વર્ષ-1925 માં નિર્માણ પામેલા પ્રાણજીવન વિદ્યાર્થી ભવનની શતાબ્દીના આ વર્ષના કેલેન્ડરમાં સીમાચિહ્ન સ્વરૂપ પદવીદાન સમારોહની અલભ્ય તસવીરો મૂકવામાં આવી છે. તા. 12 જૂન, 1922 ના રોજ યોજાયેલા પહેલા પદવીદાન સમારોહમાં આચાર્ય ગીદવાણીજી ઉપસ્થિત રહ્યા હતા. તે તસવીરથી લઈને તા. 21 જુલાઈ, 2024 ના રોજ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલા 70 મા પદવીદાન સમારોહ સુધીની મહત્વની તસવીરો આ કેલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.એટલું જ નહીં પૂજ્ય ગાંધીજીના 11 મહાવ્રતને પણ આ કેલેન્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટેબલ કેલેન્ડર મહત્વનું સંભારણું બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.