(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧૯
ભારતભરમાં ૧૫ ઓગષ્ટને લઇ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ચાર આતંકી ઘૂસ્યા હોવાના ઇનપુટ મળી રહ્યા છે જેમાંથી એક અફઘાન આતંકીનો સ્કેચ ગુજરાત એટીએસ રાજ્યભરની પોલીસને મોકલ્યો છે. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે આવી વાત કોઇ રોકર્ડ પર નથી. મીડિયામાં આવી રહ્યું છે તે વધુ પડતું છે. ગુજરાત એટીએસ અને મુખ્યમંત્રીની વાતમાં મતભેદ જોવા મળી રહ્યો છે. જો ખુદ મુખ્યમંત્રી એવું કહેતા હોય કે રેકર્ડ પર આવી કોઇ વાત નથી તો એટીએસએ અફઘાની આતંકીનો સ્કેચ કંઇ રીતે રાજ્યભરની પોલીસને મોકલ્યો.
સોમનાથ દર્શન કરવા આવેલા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ એક્ટીવલી અને પ્રો એક્ટીવલી કામ કરી રહી છે. મીડિયામાં ચાલી રહ્યું છે કે આતંકી હુમલાને કારણે પોલીસ સર્ચ કરી રહી છે તે વધુ પડતું છે. ગુજરાતમાં તાત્કાલિક હુમલાની કોઇ વાત રેકોર્ડ પર નથી. એક તરફ આઇબી સ્કેચ જાહેર કરી ગુજરાત એટીએસને મોકલે છે તે રાજ્યભરમાં ફોટા સાથે ફેક્સ કરે છે તો બીજી તરફ ખુદ સીએમ આ વાતને વધારે પડતી માની રહ્યા છે.
ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે. જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ આપવામાં આવ્યા છે. તેમાંનો એક શખ્સ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે. સંભવિત આતંકી ગતિવિધિના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે.
તાજેતરમાં કાશ્મીરમાંથી ૩૭૦ હટાવતા જ એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ઓગષ્ટ ૨૦૧૯ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.
અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે. આ શખ્સ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે.
આ બાબતે ૧૫ જુલાઇ ૨૦૧૯થી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઇ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો જે તે વિસ્તારમાં હોય તો તેના સી ફોર્મની વિગતો માહિતી સાથે ૧૮મી ઓગષ્ટ ૨૦૧૯ સુધીમાં જે તે કચેરીઓમાં મોકલવાનો હુકમ કરાયો છે. તો બીજી તરફ પોલીસે પણ પાસપોર્ટને લગતી તમામ તપાસ શરૂ કરી રિપોર્ટ તેમના અધિકારીઓને સોંપ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.