Home ગુજરાત ગાંધીનગર મનપાનાં કોર્પોરેટરોને ઘી કેળા: પગારમાં બમણો વધારો..

ગાંધીનગર મનપાનાં કોર્પોરેટરોને ઘી કેળા: પગારમાં બમણો વધારો..

242
0

(જી.એન.એસ.રવીન્દ્ર ભદોરિયા) તા.૧૯

ગાંધીનગર મહાનગર પાલિકા સદનમાં  સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકાના તમામ સભાસદસ્યો હાજર રહયા હતા. આ સામાન્ય સભામાં પ્લાસ્ટિક મુદ્દે ચર્ચા કરી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ કરતો એક ઠરાવ પ્રસાર કરી 50 માઇક્રોનથી ઓછી વાળી પ્લાસ્ટિક થેલી ઉપર પ્રતિબંધ કરાયો છે. જો કોઈ વ્યક્તિ જાહેરમાં પ્લાસ્ટિકનું ઉપયોગ અથવા પ્લાસ્ટિક જાહેર માં ફેંકશે તો એના ઉપર દંડ કરવામાં આવશે .ઉત્પાદકો, ફેરિયાઓ, અથવા વ્યાપારી જો જાહેરમાં પ્લાસ્ટિક ફેકશે અથવા ઉપયોગ કરશે તો 500થી 1000-2000 સુધીનું દંડ કરવામાં આવશે. રાજ્ય સરકારે ઘણા સમય પહેલા કોર્પોરેટરોનો પગાર વધારી દીધું હતું પરંતુ કોઈ કારણ સર એની કામગીરી અટકી હતી પણ હવે તે સર્વાનુમિતે સામન્ય સભામાં પાસ થઈ ગયું છે. સમાન્ય સભામાં હવે ધારાસભ્ય બાદ ગાંધીનગરના કોર્પોરેટરોનો પગાર પેલા 4500 હતો અને હવે પગાર વધારા સાથે 9000 હજાર થઈ ગયો છે, અને સર્વાનુમતે આ સામન્ય સભામાં પાસ થઈ ગયું છે.

બે મહિના પછી ગાંધીનગર મહાનગર પાલિકામાં સામાન્ય સભા મળી જેમાં નવા બે કોર્પોરેટર પણ સામાન્ય સભામાં હાજર રહ્યા અને લોકોના પ્રશ્નોને હલ કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી. ગાંધીનગર મહાનગરપાલિકા સામાન્ય સભાની બેઠકમાં મેયર રીટા પટેલે જણાવ્યું કે આઉટસોસિંગના કર્મચારીઓની ભરતી માટે નગરપાલિકા વિચારી રહી છે અને આગામી સમય માં તેના પગાર અને ભરતી વિશે ચર્ચા કરાશે..પરંતુ જ્યારથી મેયર રીટા પટેલે નગરપાલિકાની કમાન સંભાળી છે ત્યારથી ગાંધીનગરના શહેરીજનો માટે વિચાર કરે છે. પરંતુ રીટા પટેલના કામગીરી ઉપર આંગળી ઉઠાવનાર કોંગ્રેસના કોર્પોરેટર અંકિત ભાઈએ જણાવ્યું કે ગાંધીનગરના સ્થાનિકો પાણી ન આવવાથી પરેશાન છે. અને ધીમા પ્રેસરે પાણી મળે છે. જયારે રીટા પટેલે જણાવ્યો કે જ્યારે વરસાદ આવે છે ત્યારે જ પાણીની સમસ્યા સર્જાયે છે. છતાં અમે પૂરું પ્રયાસ જનતા સુધી પાણી પહુચે તેવા પ્રયત્નો કર્યા છે પણ હજુ એક વિક સુધી લોકોને ધીમા પ્રેસરે પાણી મળશે.પછી એમના ઇચ્છાનુસાર પાણી તેમના સુધી પહુચશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાષ્ટ્રીય અગ્રિમતા વધારવા બેંક ઓફ ઇન્ડિયા એ સંકલ્પ કર્યો
Next articleગુજરાત રામ ભરોસેઃ મુખ્યમંત્રી-એટીએસ વચ્ચે સંકલનનો અભાવ..??