Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરી

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરી

22
0

(જી.એન.એસ) તા. 1

અમદાવાદ/ગાંધીનગર,

રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરી છે. આ વર્ષે ઉનાળાની બયહનકર ગરમી અને હીટવેવનાં કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબવવા માંગ કરવામાં આવી છે. તેમજ 13 જૂનનાં બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં રેડ અલર્ટ અને યલો અલર્ટથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનની નામદાર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને હીટવેવને કુદરતી આફથ જાહેર કરવા વિનંતી કરેલ છે. ગુજરાતનાં ઘણા બધા જીલ્લાઓમાં પીવાનાં પાણીની તકલીફ ઊભી થયેલ છે અને તેનાં કારણે માણસો અને પશુઓ પણ ત્રાહિમામ પોકારી ગયેલ છે. તેમજ ગુજરાતનાં ડેમ તથા જળાશયોમાં પાણી ઓછું છે. ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભાની ખાલી પડેલ ચૂંટણીઓનાં કારણે આદર્શ આચારસંહિતાનાં લીધે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓ નિર્ણય લીધા સિવાય પડતર પડેલ છે. જેથી તા. 13.06.2024 ને ગુરૂવારનાં બદલે તા. 20.06.2024 સુધી રાજ્યની તમામ જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભરની તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાની તાતી જરૂરીયાત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબેંગલુરુની કોર્ટે જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવન્નાને 6 જૂન સુધી એસઆઈટીની કસ્ટડીમાં મોકલી દીધા
Next articleઆજ નું પંચાંગ (2-06-2024)