Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિ.ઓ માટે હવે કોમન અભ્યાસક્રમ એક્ટ...

ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિ.ઓ માટે હવે કોમન અભ્યાસક્રમ એક્ટ લાગૂ થશે

18
0

કોમન એક્ટનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે, ડીનની મુદ્ત્ત ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર/અમદાવાદ,

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે કોમન અભ્યાસક્રમ એક્ટ લાગૂ થશે. આ કોમન એક્ટનો તમામ યુનિવર્સિટીઓએ ફરજિયાત પણે અમલ કરવાનો રહેશે. કોમન એક્ટનાં ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેનાં સત્તાવાર ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કર્યાં છે. સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા ફેરફાર કરવામાં આવ્યા છે.

હવેથી ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ લાગૂ થશે. સરકારનાં નોટિફિકેશન મુજબ, આ કોમન એક્ટનો તમામ યુનિવર્સિટીઓએ ફરજિયાત પણે અમલ કરવાનો રહેશે. સરકારે કોમન એક્ટનાં ભાગરૂપે તમામ સુધારા સાથેનાં સત્તાવાર ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કર્યાં છે. નોટિફિકેશન મુજબ, તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામા આવશે. આ સિવાય ડીનની મુદ્દત જે 5 વર્ષની કરવામાં આવી હતી તે ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે.

આ બાબતે વધુ માં જણાવતા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટર કમિટી (FRC) નિમવી પડશે. ઉપરાંત, સ્ટેચ્યુટ્સનાં આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘડવાનાં રહેશે. જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ 11 યુનિવર્સિટીઓમાં 9 મી ઓક્ટોબર-2023 થી ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ-2023′ લાગુ થયો હતો. એક્ટનાં ભાગરૂપે સરકાર દ્વારા મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કરવામાં આવ્યાં હતા. જે તમામ યુનિવર્સિટીઓને પોતાની રીતે કોઈ વાંધા અથવા સુધારા જણાય તો કમિટી બનાવી રજૂ કરવાની સૂચના અપાઈ હતી. યુનિવર્સિટીઓએ કમિટી બનાવી જુદા-જુદા સૂચનો રજૂ કર્યાં હતા. યુનિવર્સિટીઓએ મોકલેલ સૂચનોના આધારે જરૂરી ફેરફાર સાથે હવે ગેજેટ જાહેર કરાયું છે, જે તમામ યુનિ.ઓએ હવે ફરજિયા પણે અમલ કરવાનું રહેશે. આ ગેજેટનાં આધારે યુનિવર્સિટીઓએ હવે અમલવારી માટેનાં ઓર્ડિનન્સ ઘડવાનાં રહેશે. મુખ્યત્વે જે ફેરફાર કરાયો હશે એ કોમન અભ્યાસક્રમનો  છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ!
Next articleવિજાપુરના ટેચાવા ગામ પાસે સાબરમતી નદી નજીક પશુ ચરાવવા ગયેલો પશુપાલક મગરનો ભોગ બન્યો