Home ગુજરાત ગુજરાત માં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં PMJAY યોજના હેઠળ સારવાર આપતું શ્રેષ્ઠ...

ગુજરાત માં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં PMJAY યોજના હેઠળ સારવાર આપતું શ્રેષ્ઠ મોડલ કાર્યરત: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

28
0

(G.N.S) dt. 13

ગાંધીનગર,

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬૬,૪૬૦ દર્દીઓને રૂ. ૧૪૬ કરોડની સહાય

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બીમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે.

વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીઓ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ ૬૬,૪૬૦ દર્દીઓને રૂ. ૧૪૬ કરોડની સહાય ચૂકવાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં ૯૧ અને અરવલ્લી જિલ્લામાં ૫૯ હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, ગરીબ-મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે. રાજ્યમાં માં અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતાં સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ PMJAY યોજના શરૂ કરી છે જેના લાભો દેશવાસીઓને મળતા થયા છે. આ યોજના હેઠળ રૂપિયા ૧૦ લાખ સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને PMJAY યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હોસ્પિટલોમાં કાર્ડના જે દર નિયત કરાયા છે તે મુજબ સારવાર આપવા માંગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ખાનગી હોસ્પિટલોને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે. રાજ્યમાં સરકારી તબીબી કોલેજો,ગ્રીનફિલ્ડ કોલેજો, બ્રાઉન ફિલ્ડ કોલેજોમાં પણ PMJAY યોજનાના લાભો આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાલીતાણા ખાતે રૂ. ૨૩૨ કરોડના ખર્ચે નવી જિલ્લાકક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરાશે
Next articlePMJAY અંતર્ગત આણંદમાં છેલ્લા બે વર્ષમાં ૬.૫૮ લાખ તેમજઅરવલ્લી-સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ ૪.૮૪લાખથી વધુ કાર્ડઅપાયા: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ