Home ગુજરાત ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73. 27 ટકા પરિણામ

54
0

(GNS)31

ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓ વધ્યા પણ પરિણામ ઘટ્યું છે. જેમાં ગત વર્ષ કરતા 1.42 લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ 13.64 ટકા પરિણામ ઘટ્યું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ઘટી છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં 753નો ઘટાડો થયો છે. ગત વર્ષે 1064 શાળાઓનું 100 ટકા પરિણામ હતું આ વર્ષે માત્ર 311 શાળાઓનું જ પરિણામ 100 ટકા આવ્યું છે.
જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે. ગત વર્ષે માત્ર 1 જ શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું હતું. આ વર્ષે 44 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા છે. જ્યારે ગુજરાતી વિષયનું પરિણામ 91.99 ટકા છે. જેમાં ગુજરાતી વિષયમાં 33789 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે.. ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67 ટકા પરિણામ જાહેર થયુ છે.
પંચમહાલ જિલ્લાનું 64.67 ટકા, બનાસકાંઠા જિલ્લાનું 79.38 ટકા, ભરુચ જિલ્લાનું 75.50 ટકા, ભાવનગર જિલ્લાનું 81.13 ટકા, મહેસાણા જિલ્લાનું 76.64 ટકા, રાજકોટ 79.94 ટકા, વડોદરા 67.19 ટકા પરિણામ જાહેર થયુ છે.વલસાડ જિલ્લાનું 63.16 ટકા, સાબરકાંઠા જિલ્લાનું 68.17 ટકા, સુરત જિલ્લાનું 80.78 ટકા, સૂરેન્દ્રનગર જિલ્લાનું 81.11 ટકા પરિણામ જાહેર થયુ છે.
પંચમહાલ જિલ્લાનું 64.67 ટકા,બનાસકાંઠા જિલ્લાનું 79.38 ટકા,ભરૂચ જિલ્લાનું 75.50 ટકા,ભાવનગર જિલ્લાનું 81.13 ટકા, મહેસાણા જિલ્લાનું 76.64 ટકા, રાજકોટ જિલ્લાનું 63.16 ટકા પરિણામ જાહેર થયુ છે.
આ પરીક્ષામાં 4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુસ્તીબાજો મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો : બ્રિજભૂષણ
Next articleહૈદરાબાદના કાર ગેરેજમાં ભીષણ આગ, 15 કાર બળીને ખાખ