(જી.એન.એસ) તા. 1
ગાંધીનગર,
ગુજરાત પાવર એન્જીનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GPERI) દ્વારા ગુજરાત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ. (GRICL)ના સહયોગથી ૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો હેતુ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, ટ્રાફિક નિયમનો અને અકસ્માત નિવારણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવાનો હતો.
GRICLના સેફ્ટી ઓફિસર શ્રી ઈરફાન સિંધીએ ટ્રાફિક નિયમો, જોખમની ઓળખ અને સુરક્ષિત માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવામાં સિવિલ એન્જિનિયરોની ભૂમિકા સહિત, માર્ગ સલામતીના મુખ્ય પાસાઓને આવરી લેતું વ્યાખ્યાન આપ્યું હતું. GRICLના
મેન્ટેનન્સ એન્જિનિયર શ્રી કુપમ પ્રણિત દ્વારા સલામત રસ્તાઓ બનાવવા માટે એન્જિનિયરો અને યુવા મનની જવાબદારી અને મહત્વ પર પ્રકાશ પડાયો હતો. સેમિનારમાં પરસ્પર ચર્ચાઓ થઇ હતી. અંતમાં તમામ સહભાગીઓ દ્વારા સલામતીની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
સેમિનારથી વિદ્યાર્થીઓની માર્ગ સલામતીના પગલાં અંગેની જાગરૂકતા સફળતાપૂર્વક વધારી, સુરક્ષિત પરિવહન પ્રણાલી ડિઝાઇન કરવામાં ભાવિ ઇજનેરો તરીકેની તેમની જવાબદારી પર ભાર મૂક્યો.
આ અવસરે યુનિવર્સિટીના કુલપતિ ડો. રાજુલ કે. ગજ્જર તથા કુલસચિવ ડૉ. કે. એન. ખેરનું પ્રોત્સાહન સાંપડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રો. સદાનંદ સાહુ, સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. સંદિપ ત્રિવેદી અને GPERI–GTUના પ્રિન્સિપાલ ડો. ચિરાગ વિભાકર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સિવિલ એન્જીનીયરીંગ વિભાગના તથા N.S.Sના વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.