Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતે કબડ્ડીમાં સેકન્ડ નંબર ગોવાને હરાવીને અપસેટ સર્જ્યો

ગુજરાતે કબડ્ડીમાં સેકન્ડ નંબર ગોવાને હરાવીને અપસેટ સર્જ્યો

37
0

36મી નેશનલ ગેમ્સની અમદાવાદ ખાતે શરૂઆત થઇ છે. જેમાં હાલ કબડ્ડી અને નેટબોલ તથા બાસ્કેટ બોલની રમત અમદાવાદ અને ભાવનગરમાં રમાઈ રહી છે. ત્યારે નેશનલ ગેમ્સમાં ગુજરાતના પુરુષોએ પુલ-એ મેચમાં સેકન્ડ નંબર ધરાવતી ટીમ ગોવાને 56-27થી હરાવ્યું હતું. ગુજરાતની ટીમ જીતતાં જ હાજર તમામ લોકોને ખુશ કરી દીધા હતા.

જોકે, ગુજરાત ની મહિલા ટીમ માટે વિજયી શરૂઆત થઇ શકી નહોતી. નંબર 1 ટીમ બિહાર સામે તેઓએ તેમની પુલ એ હરીફાઈમાં 15-38થી હારી ગઈ હતી. આ સિવાય ભાવનગરમાં નેટબોલ તથા બાસ્કેટ બોલની ગેમની શરૂઆત થઈ હતી, જેમાં યજમાન ટીમ ગુજરાતે શરૂઆતના મુકાબલામાં નેશનલ ચેમ્પિયન હરિયાણાનો સામનો કર્યો હતો.

ગુજરાતની પુરૂષોની ટીમ અંડરડોગ્સ, તેમની મેચમાં જુસ્સાદાર લડત સાથે રમ્યા હતા. પરંતુ 47-60 થી હાર થઇ હતી. પ્રથમ બે ક્વાર્ટરમાં હરિયાણા 13-11ની લીડ સાથે આગળ હતાં. હાફ ટાઈમમાં લીડ બે પોઈન્ટથી વધુ લંબાય નહીં તેની ખાતરી કરીને ગુજરાતે લીડ વધારવાં દીધી ન હતી. હિમાંશુ 28 પોઈન્ટ સાથે યજમાન ટીમ માટે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો.

જ્યારે વિકાસે 11 પોઈન્ટ અને મનોજ ટાંકે 8 પોઈન્ટ મેળવ્યા હતા. ગુજરાતના સુકાની વિકાસ પ્રજાપતિએ કહ્યું કે, તેમની ટીમ ખૂબ સારી રીતે રમી, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં બચાવ કરવામાં તેમની નિષ્ફળતાએ તેમને નુકસાન પહોંચાડ્યું. તેમણે કહ્યું હતું કે, અમે આગામી મેચોમાં આ ભૂલોને ચોક્કસ સુધારીશું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએટીએસ દ્વારા અમદાવાદ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સર્ચ ઓપરેશન, 15 ની અટકાયત
Next articleપીએમના કાર્યક્રમ માટે ટાર્ગેટ છે 1000 બસનો, વોર્ડ દીઠ 30થી વધુ જશે બસ