Home મનોરંજન - Entertainment ગુજરાતી ફિલ્મ ‘રાડો’ બોક્સ ઓફિસ પર સફળ રહેશે

ગુજરાતી ફિલ્મ ‘રાડો’ બોક્સ ઓફિસ પર સફળ રહેશે

41
0

(જી.એન.એસ),તા.૨૬
મુંબઈ
ગુજરાતી સિનેમાની બે ફિલ્મોએ છેલ્લા બે મહિનામાં કમાલ કરી છે. ‘નાડી દોષ’ અને ‘વિકીડા નો વરઘોડો’ જેવી ફિલ્મોને દર્શકોએ વધાવી લીધી છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મોએ સફળતા મેળવી છે. હવે, ૨૨ જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ ‘રાડો’ પણ સફળ ફિલ્મોની યાદીમાં પહોંચશે તેની પૂરેપૂરી શક્યતા છે. હિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી જાણીતા લેખક-નિર્દેશક કૃષ્ણદેવ યાજ્ઞિકે હંમેશાની મુજબ, ગુજરાતી ઓડિયન્સને આ ફિલ્મથી અદભુત એક્સપિરિયન્સ આપ્યો છે. ફિલ્મના કલાકારોએ યશ સોની, હિતેન કુમાર, હિતુ કનોડિયા, પ્રતીક રાઠોડ, ડેનિશા ઘુમરા, નિકિતા શર્મા, તરજાની ભદલા, નીલમ પંચાલ, ચેતન દહિયા, પ્રાચી ઠાકર અને ગૌરાંગ આનંદે તેમના અભિનયથી ફિલ્મમાં જાણ રેડી દીધી છે. એક્શન થ્રિલર ‘રાડો’ એક સિચ્યુએશનલ બેઝડ ફિલ્મ છે. જેમાં યુવા પેઢીના જાેશ-જુસ્સા, પોલિટિકલ પાવર, ધર્મ ગુરુના કથિત સામ્રાજ્યને ખૂબ જ સુંદર મેસેજ સાથે વણી લેવામાં આવ્યો છે. ખાસ કરીને, યશ સોની, હિતુ કનોડિયા, હિતેન કુમાર અને નિકિતા શર્માનો ધારધાર અભિનય ખરેખર માણવા જેવો છે. ‘કેપ્ટન ઓફ ધ શીપ’ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે તૈયાર કરેલી ‘રાડો’ મસમોટા બજેટથી વધુ તેની ટ્રીટમેન્ટના કારણે વધુ સારી બની છે. આ ગુજરાતી ફિલ્મની સાથે બોલિવૂડ ફિલ્મની કમ્પેરીઝન કરી શકાય તેમ છે. ખાસ કરીને, ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફીન (ર્ડ્ઢંઁ) પ્રતીક પરમારે કેમેરા સાથે કરેલી અનોખી કરામત ઓડિયન્સને અનોખો એક્સપિરિયન્સ આપવાની સાથે જકડી રાખે છે. ફિલ્મમાં પણ કોઈ સોન્ગ નથી પણ રાહુલ મુંજારિયાનો બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મને વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવશે તે વાત નક્કી છે અને ‘રાડો’ની રાડ દૂર અને લાંબા સમય સુધી સંભળાય તો નવાઈ નહિ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફરી એકવાર અક્કી બન્યો હાઈએસ્ટ ટેક્સ પેયર
Next articleઆરોપી મનવિંદરસિંહ કેટરિનાના એક તરફી પ્રેમમાં પાગલ છે