(જી.એન.એસ) તા.૧૮
ગાંધીનગર,
રાજ્યમાં ૧૭ હજાર જેટલી વાજબી ભાવના સંચાલકોની ઓળખ માટે આધાર બેઈઝ્ડ e-KYC કરીને e-Profile દ્વારા ખરાઈ માટેની કાર્યવાહી પ્રગતિમાં રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ આપવાની નેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરી છે. જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં રાજ્યના રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ પહોચાડવાનો ઉમદા કાર્ય નિરંતર કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વસવાટ કરતા રેશનકાર્ડ ધારકોને સમયસર અને પૂરતા પ્રમાણમાં અનાજ મળે તેવા શુભાશયથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા- FCI દ્વારા ઓગસ્ટ-૨૦૨૨ થી જુલાઇ-૨૦૨૩ સુધીમાં કુલ ૨૧.૬૨ લાખ મે.ટન અનાજ આપવામાં આવ્યું છે. જેમાં ૯.૬૧ લાખ મે.ટન ઘઉં અને ૧૨.૦૧ લાખ મે.ટન ચોખાનો સમાવેશ થાય છે, જે પૈકી કુલ ૨૧.૧૩ લાખ મે.ટન અનાજનું રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને સમયસર વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, Household Consumption Expenditure Survey -HCES અને FCIના ઓગસ્ટ-૨૦૨૨ થી જુલાઇ-૨૦૨૩ માસિક ઉપાડના ડેટાનું એનાલીસીસ કરી ૨૦ મીલીયન ટન ઘઉં અને ચોખા લાભાર્થીઓ સુધી પહોંચ્યા નથી, જે સમગ્ર ભારતની સ્થિતિ દર્શાવે છે, તેમાં બફર, ટ્રાન્ઝીટ અને ઓપરેટીવ રીઝર્વ સ્ટોક બાદ કર્યા સિવાયના આંકડા છે જે બાબતે કેન્દ્ર સરકાર દ્વારા જે તે સમયે સ્પષ્ટતા કરવામાં આવી હતી. HCES દ્વારા ભારતના ૮,૭૨૩ ગામડાંઓ તથા ૬,૧૧૫ શહેરી બ્લોકના કુલ ૨.૬૧ લાખથી વધુ લાભાર્થી જેમાં ૧.૫૫ લાખથી વધુ ગ્રામીણ વિસ્તારના તેમજ ૧.૦૬ લાખથી વધુ શહેરી વિસ્તારના લાભાર્થીઓનો સરવે કરાયો હતો. આ સરવેમાં NFSAct-2013 હેઠળ આવરી લેવાયેલ લાભાર્થીઓ કે Non- NFSA લાભાર્થીઓ તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી.રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવાના ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી વિવિધ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્યમાં રેશનકાર્ડનું ૧૦૦ ટકા e-KYCની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત લાભાર્થી ઘરે બેઠા e-KYC કરી શકે તે માટે “Face Authentication” આધારિત e-KYCની સુવિધા “My Ration” એપ્લિકેશનમાં તેમજ ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયત કચેરીમાં VCE દ્વારા e-gram centre પર e-KYC કરાવવામાં આવે છે. ઉપરાંત e-KYC માટે ૧૦ લાખથી નાગરિકોએ ‘MY RATION’ એપ પણ ડાઉનલોડ કરી છે.રાજ્યમાં આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અમલમાં છે. જે અંતર્ગત રેશનકાર્ડની સેવાઓ માટે તમામ સભ્યોના આધારકાર્ડ નંબરનું સીંડીગ ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના ૧૦૦ ટકા રેશનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. રેશનકાર્ડને સંબંધિત વિવિધ રજૂઆત અન્વયે રાજય સરકાર દ્વારા ઓનલાઇન IPDS પોર્ટલ ઉપરાંત ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૫૫૦૦/૧૯૬૭ અને ૧૪૪૪૫ની વ્યવસ્થા કરવામાં આવી છે.રાજ્યમાં ૧૭,૦૦૦ જેટલી વાજબી ભાવના સંચાલકોની ઓળખ માટે દરેક દુકાનદારના આધાર બેઈઝ્ડ e-KYC કરીને e-Profile દ્વારા ખરાઈ માટેની કાર્યવાહી પ્રગતિમાં છે. ગુજરાતમાં તમામ વાજબી ભાવની દુકાનો eFPS વેબ એપ્લિકેશન દ્વારા કાર્યરત છે. જે રીઅલ ટાઇમ વિતરણ એપ્લિકેશન છે, જે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરીને અથવા O.T.P દ્વારા લાભાર્થીઓને ઓળખ પ્રસ્થાપિત કરે છે.નાગરિક પુરવઠા નિગમની વડી કચેરી ગાંધીનગર ખાતે અદ્યતન સુવિધા સાથેનું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર કાર્યરત છે. જેમાં નિગમના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે અંદાજે ૬,૦૦૦ CCTV કેમેરા વડે રાજ્યના તમામ ૨૫૦થી વધુ ગોડાઉન કેમ્પસ તેમજ ૬૫૦થી વધુ ગોડાઉન બિલ્ડીંગનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સપ્લાય ચેઇન મેનેજમેન્ટના મોનીટરીંગ માટે ICT લોજિસ્ટિક સિસ્ટમ અમલી છે, જેના દ્વારા FCI તરફથી અનાજના જથ્થાનું પરિવહન કરતા ટ્રક તથા નિગમોના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુધી ડોર સ્ટેપ ડીલીવરી કરતા ટ્રક/વાહનોનું G.P.S. દ્વારા Tracking કરીને દરેક વાહનની મુવમેન્ટ પર નજર રાખવામાં આવે છે, તેમ અન્ન અને નાગરિક પુરવઠા- ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.