(જી.એન.એસ.)પટના,તા.૪
એક બાજુ ગુજરાતમાં સરદારની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થયું, જેના કારણે વિશ્વમાં ગુજરાતનું નામ ગૂંજતું થઇ ગયું. હવે જાણે દેશમાં એક પછી એક રાજ્યો હરીફાઇમાં ઉતર્યા હોય તેમ નીતિશ કેબિનેટે પટણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (પીએમસીએચ)ને વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે.
તેના માટે સરકારે પણ મંજૂરી આપી દીધી છે. વિશ્વની સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં 5462 બેડ ક્ષમતા હશે. આ હોસ્પિટલ બનવવાનો અંદાજિત ખર્ચ 5540.07 કરોડ થશે. માનવામાં આવી રહ્યું છે કે આ દુનિયાની સૌથી મોટી હોસ્પિટલ બની જશે, જ્યાં વર્લ્ડ ક્લાસની સુવિદ્યાઓ દર્દીઓને પુરી પાડવામાં આવશે.
આ નિર્ણય મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં આયોજિત એક બેઠકમાં લેવામાં આવ્યો છે. મળેલી મીટિંગમાં કુલ મળીને 34 નિર્ણયો લેવાયા હતા. કેબિનેટ સચિવાલય વિભાગના પ્રધાન સચિવ સંજય કુમારે પોતાની વાતચીતમાં જણાવ્યું કે, કેબિનેટે પીએમસીએચનો પુનર્વિકાસ 5540.07 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી વિશ્વની સૌથી વધારે (5462) રૂમોવાળી હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપી છે. આ હોસ્પિટલને બિહાર મેડિકલ સર્વિસેજ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ (બીએમએસઆઈસીએલ) પુરી રીતે તૈયાર કરીને રાજ્યને સોંપશે. પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ 1925માં બનાવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, આ કદમથી બિહારમાં ડોક્ટરોની કમીને પુરી કરવામાં મદદ મળશે અને દર્દીઓને સર્વશ્રેષ્ઠ ચિકિત્સકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલના સમયમાં હોસ્પિટલમાં 1754 રૂમોની ક્ષમતા છે. તેના સિવાય એમબીબીએસ સીટોની સંખ્યા 150થી વધારીને 250 કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, પીએમસીએચની સ્થાપના 1925માં કરવામાં આવી હતી.
વિશ્વની સૌથી મોટી હોસ્પિટલમાં 36 સુપર સ્પેશિયાલીટી વિભાગો હશે. હાલમાં માત્ર 8 સુપર સ્પેશિયાલીટી વિભાગો છે. આ હોસ્પિટલને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવશે અને સમયસર તેનું કામ પુરુ કરવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.