Home ગુજરાત હરેન હત્યા કેસઃ અસગરઅલી બાદ આઝમખાન, સીબીઆઇની તટસ્થતા શંકાના ઘેરામાં..?

હરેન હત્યા કેસઃ અસગરઅલી બાદ આઝમખાન, સીબીઆઇની તટસ્થતા શંકાના ઘેરામાં..?

752
0

(જી.એન.એસ., લકી જૈન) તા.6
ગુજરાતના રાજકારણમાં જે તે વખતે ભારે ઉહાપોહ મચાવનાર ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં મુંબઇની સીબીઆઇ કોર્ટમાં આઝમખાન નામના એક સાક્ષીના ચોંકાવનારા નિવેદનના પગલે ફરીથી આ મુદ્દો ચર્ચામાં છે તો બીજી તરફ તે વખતે સીબીઆઇએ જેમને મુખ્ય સૂત્રધાર તરીકે કોર્ટ સમક્ષ રજૂ કર્યો અને ત્યારબાદ જે હાઇકોર્ટમાં નિર્દોષ સાબિત થયો તે અસગરઅલીને છોડી મૂક્યા બાદ સીબીઆઇએ તે વખતે હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં કેમ અપીલ ના કરી તેવા સવાલો ફરીથી આળસ મરડીને સર્જાઇ રહ્યાં છે. અસગરઅલી બાદ આઝમખાને ડી.જી. વણઝારાએ હરેનની હત્યાની સોપારી સોહરાબુદ્દીનને આપી હોવાના દાવા કરીને તપાસ એજન્સીઓની તટસ્થતા સામે પણ સવાલો પેદા કર્યા છે. પરંતુ જવાબ કોઇ આપવા માંગતા નથી.
હરેન પંડ્યા કેસ ભાજપની જેમ ક્રાઇમ મિડિયા માટે પણ એક કોયડો રહ્યો છે. પ્રાથમિક તપાસ વણઝારાએ જ કરી અને જ્યારે આ કેસ તે વખતે સીબીઆઇને સોંપાયો ત્યારે તેમણે વણઝારાની તપાસના પગલે પગલે ચાલીને હૈદરાબાદથી અસગરઅલીને પકડી લાવી હતી. હાલમાં જે માહિતી બહાર આવી રહી છે તે મુજબ અસગરઅલીએ જેલમાંથી રાષ્ટ્રપતિ સહિત તમામ સત્તાવાળાઓને એક પત્ર લખીને જાહેર કર્યું કે તેઓ સોહરાહુદ્દીનના કહેવાથી હરેનની હત્યા કરવા સાગરિતો સાથે અમદાવાદ આવ્યો હતો. અસગરઅલીએ જેલમાંથી જે પત્ર લખ્યો તે જેલના સુપ્રિ. તે વખતે આઇપીએસ સંજીવ ભટ્ટ હતા. તેમણે કેદીનો પત્ર નિયમોનુસાર મોકલી આપ્યો હતો. પત્રમાં અસગરઅલીએ લખ્યું કે તેને એમ કહેવામાં આવ્યું કે હરેને ગોધરા કાંડમાં ઘણા મુસ્લિમોને માર્યા હોવાથી તેનો બદલો લેવા હત્યા કરવાની છે. પરંતુ અમદાવાદ આવીને હરેનની રેકી કરી ત્યારે હરેન તેમને નિર્દોષ જણાયો અને તેઓ સાગરિતોને લઇને હરેનની હત્યા કર્યા વગર જ પરત જતો રહ્યો હતો. અને ત્યાં ગયા બાદ તેને સમાચાર મળ્યા કે હરેન પંડ્યાની હત્યા થઇ ગઇ છે. આ પત્ર જાહેર કરવા બદલ સંજીવ ભટ્ટને ભાજપ સરકાર તરફથી ભારે સહન કરવું પડી રહ્યું છે. કેમ કે 24 વર્ષ જુના કેસમાં ભાજપ સરકારે તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલ્યો છે.
ક્રાઇમ સૂત્રો કડીથી કડી જોડીને કહે છે કે વણઝારાએ હરેન કેસની કરેલી તપાસ પર જ ચાલીને તે વખતે સીબીઆઇએ અસગરઅલી સહિત જે 12 લોકોને પકડ્યા તે તમામને પુરાવાના અભાવે હાઇકોર્ટે છોડી મૂકાયા બાદ રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ એવા આ કેસમાં અસગરઅલીના છૂટકારા સામે સીબીઆઇએ સુપ્રિમ કોર્ટમાં આજદિન સુધી કેમ અપીલ કરી નથી? સામાન્ય રીતે આવા કેસમાં સુપ્રિમ કોર્ટ છેક સુધી લડે છે. કેમ કે આ સીબીઆઇની પોતાની ક્રાઇમ ડિટેક્શનની આબરૂનો પણ સવાલ હોય છે. તેમ છતાં હાઇકોર્ટના ચુકાદાને નહી પડકારીને સીબીઆઇ પોતે શંકાના ઘેરામાં તે વખતે અને આજે પણ આવેલી છે. જે સીબીઆઇએ વણઝારાની તપાસના પગલે ચાલીને હરેન કેસમાં અસગરઅલી અને સાગરિતોને પકડ્યા અને છૂટી ગયા એ જ વણઝારાની સામે હવે હરેનની હત્યાની સોપારીના ગંભીર આરોપો કોર્ટમાં સાક્ષી દ્વારા મૂકવામાં આવે ત્યારે વણઝારાએ તે વખતે હરેન કેસની તપાસ કેવી કરી હશે તેના તાળા હવે ધીમે ધીમે ખુલી રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા : બિહાર બનાવશે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ
Next articleઆઝમખાનના નામે વણઝારાને ડરાવી રહેલુ ભાજપ ક્યા મુદ્દે વણઝારાથી ડરે છે…?