Home ગુજરાત ગુજરાતમાં નેશનલ ઓપન સ્કૂલિંગમાંથી ધોરણ12 ની પરીક્ષામાં સૌ પ્રથમ પરિક્ષાર્થી બનશે દિવ્યાંગ...

ગુજરાતમાં નેશનલ ઓપન સ્કૂલિંગમાંથી ધોરણ12 ની પરીક્ષામાં સૌ પ્રથમ પરિક્ષાર્થી બનશે દિવ્યાંગ દીકરી કલગી રાવલ

390
0

(જી.એન.એસ.) અમદાવાદ તા.24
સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઓપન સ્કૂલિંગની ધોરણ12ની પરીક્ષામાં અમદાવાદની સૌ પહેલી દિવ્યાંગ દીકરી કલગી રાવલ પણ પરિક્ષાર્થી બનશે, કોરોનાના 9 મહિના દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી રહ્યા હતા તયારે કલગીએ કોઈ પણ શિક્ષક કે શાળા વિના ઘેર બેસીને NIOS ની અંગ્રેજી મીડીયમની પરીક્ષાની તૈયારી કરી હતી..
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા તો મે માં યોજાશે પણ ગુજરાત માં સૌથી પહેલા નેશનલ ઓપન સ્કૂલિંગ ની ધોરણ12 ની ઓક્ટોબરમાં મોકૂફ રહેલી પરીક્ષા 27 જાન્યુઆરીથી યોજાઈ રહી છે,
આ પરીક્ષા માટે અમદાવાદ ની દિવ્યાંગ કલગી રાવલે પણ ફોર્મ ભર્યું હતું અને કોરોનાના સમય દરમિયાન ઘેર બેસીને કોઈ પણ શિક્ષક કે શાળા સિવાય જાતે મોબાઈલના માધ્યમથી પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી કરી હતી, કલગી રાવલ એ અમદાવાદ ની પહેલી વિદ્યાર્થીની છે કે, જે ધોરણ 10 પછી સીધી ધોરણ12 ની પરીક્ષા આપશે, કલગી એ પહેલી વિદ્યાર્થીની છે કે જે કોરોના સમયમાં યોજાનારી ધોરણ12 ની નેશનલ ઓપન સ્કૂલિંગ ની પરીક્ષા માં બેસશે.
કલગી એ અગાઉ પણ ધોરણ 5 સુધી સામાન્ય શાળામાં અભ્યાસ કર્યા બાદ ડાયરેકટ ધોરણ10 ની પરીક્ષા ગુજરાત બોર્ડમાંથી આપી હતી, તે પછી સીધી જ ધોરણ12 ની નેશનલ ઓપન સ્કૂલિંગમાંથી પરીક્ષા આપી રહી છે, એટલે કે ધોરણ10 માં ગુજરાતના સામાન્ય વિદ્યાર્થીઓ સાથે કલગી રાવલે હરીફાઈ માં રહી ને ધોરણ10 માં 76 ટકા સાથે પાસ થઈ હતી, હવે સીધી જ ધોરણ 12 માં NIOS માં દેશભરના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ માં પરીક્ષા આપશે.
આખા ગુજરાતમાં ચાલતી વિવિધ અંધ શાળાઓમાં અંગ્રેજી માધ્યમ નો અભ્યાસ કરાવવામાં આવતો નથી તયારે કલગીએ પહેલા ધોરણ થી જ અંધશાળા ને બદલે સામાન્ય શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો છે અને પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે,
કલગી ની શૈક્ષણિક કારકિર્દી માં તેણે કયારેય અંધ વ્યક્તિ માટેની બ્રઇલ લિપિમા અભ્યાસ કર્યો નથી પણ ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ ફોન અને લેપટોપના ઉપયોગની સાથે પરિવાર અને મિત્રોની મદદથી આગળ વધી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશેરબજારમાં ફંડોની બજેટ પૂર્વે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાઈ…!!!
Next articleભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!