(જી.એન.એસ રવિંદ્ર ભદોરિયા) તા.૦૪/૧૧
ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ સચિવાલયના કર્મચારીઓ દારૂની પાર્ટી કરવાનો વિચાર કર્યો હ્તો. ત્યારે એક સરકારી કર્મચારી સરકારી જ ઓફિસમા સરકારના નિયમની એસી કી તૈસી કરી જો સરકારી કર્મચારીઓ જ નિયમનો ભંગ કરશે તો બીજા માટે આ નિયમ કેવો હશે તેની કલ્પના કેવી..? આમ આદમી દારૂ શેવન કરે તો કાનૂન તેને સજા આપે છે પરંતુ આ વ્યક્તિ તો સચિવાલયમાં જ દારૂ લઈ સરકારના નિયમની ધજ્જીયા ઉડાવી છે. ત્યારે સરકારી કર્મચારી સ્ત્રીને પીવા માટેનું આમંત્રણ પણ આપ્યું હતું, ત્યારે તેની દારૂની પોલ બહાર આવી હતી અને ત્યાર બાદ પોલીસે તેની દારૂની બે બોટલ સાથે ધરપકડ કરી હતી. જામીન પર છૂટયા બાદ કર્મચારી મહિલાના ઘરે ગયો અને તેને બે લાફા માર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ કેસમાં ફરી એકવાર તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ ઘાટલોડિયા વિસ્તારના શાયના સિટીના, RC ટેકનીકલ રોડ પર રહેતા અને સચિવાલયમાં કામ કરતા ચારુબેન ભટ્ટ દ્વારા તેમની ઓફિસમાં એકાઉન્ટન્ટ વિભાગમાં કામ કરતા ઉમેશભાઇ મહેશભાઇ ઓઝા કચેરીમાં દારૂની બે બોટલ લઈને આવ્યા હતા. આ સંદર્ભે મહિલા કર્મચારીએ ગાંધીનગર સેક્ટર -7 પોલીસને ફોન કરીને આ અંગેની માહિતી પણ આપી હતી ત્યાર બાદ પોલીસે તેને દારૂની બોટલ સાથે ધરપકડ કરી હતી. બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો બદલો લેવા ગઈકાલે રાત્રે 9 વાગ્યે ઉમેશભાઇ મહિલા કર્મચારીના ઘરે ગયા અને બે લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઇ સોલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે.પી. જાડેજાએ કહ્યું કે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
જ્યારે દારુ મામલે થોડા દિવસો પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ મળે છે. ત્યારે તેને રાજકીય રંગ આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છ કરોડ ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું હતું. જેથી હવે આ વાતનો પર્દાફાશ થયો હતો.હવે સવાલ ઉઠે છે કે સચિવાલય માં શરાબ પીતો શરાબી કોણ છે..? સવાલ એ છે કે તે દારૂ લાવ્યો ક્યાંથી..? સરકારી ઓફિસમાં બીજા કેટલા અધિકારીઓ મહેફિલ માણતા હતા..? શુ આ સચિવલયની ઓફિસમાં દરરોજ મહેફિલ પાર્ટી થતી હતી..? સમગ્ર વિગતથી જો તાપસ થાય તો ઘણો મોટો ઘટસ્ફોટ થાય તેમાં નવાઇ નહીં…
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.