Home ગુજરાત કર્ણી સેનાનો હુંકાર, એટ્રોસિટી કેસમાં તપાસ થવી જોઈએ પછી જ કેસ નોંધાવો...

કર્ણી સેનાનો હુંકાર, એટ્રોસિટી કેસમાં તપાસ થવી જોઈએ પછી જ કેસ નોંધાવો જોઈએ

434
0

(જી.એન.એસ. કાર્તિક જાની) તા. ૦૫/૧૧

ગુજરાતના કચ્છ જિલ્લાના રાપરમાં રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના વડા રાજશેખાવતે થોડા સમય પહેલા રેલી દ્વારા લોકોને સમર્થન આપ્યું હતું અને સમગ્ર સમુદાયના લોકોએ સાથે મળીને પગલું ભરે તે માટે તાકીદ કરી હતી. પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ આ ભાષણને અલગ હવા આપી અને રાજશેખાવત ઉપર (એટ્રોસિટી) કેસ દાખલ કર્યો. આ કેસને કારણે રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાયે કચ્છની રાપર તાલુકામાં થયેલ અન્યાય સામે રાષ્ટ્રિય રાજપૂત કર્ણી સેના પોતાનો બ્યુગલ વગાડશે. હાલમાં, આ સંદર્ભમાં, રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાના વડા રાજશેખાવતે 4 નવેમ્બરના રોજ કચ્છને બંધ કરવાની જાહેરાત કરી હતી. જો કે, આ બંધની ઘોષણાને કચ્છના લોકોયે ટેકો આપ્યો હતો. રાજશેખાવત કહે છે કે અમારી સરકારને વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર એટ્રોસિટી લાગુ કરતાં પહેલાં તેની તપાસ થવી જોઇએ, તે પછી એટ્રોસિટી કેસ નોંધાવવુ જોઇયે, પરંતુ એટ્રોસિટી કાયદો અલગ છે.જેમાં તપાસ પછી અને ધરપકડ કરી જેલ હવાલે મોકલાય છે ..! પરંતુ આ કાયદાનો ગેરફાયદો ઉઠાવી અસામાજિક તત્વો નબળા વ્યક્તિનો લાભ લે છે અને કાયદાનો દુરૂપયોગ કરે છે.

કચ્છના એસ. પી.રાઠોડ બહેને રાષ્ટ્રીય રાજપૂત કર્ણી સેનાના કાનૂની સલાહકાર એડવોકેટ ગજેન્દ્રસિંહ સાથે વાત કરી હતી કે 30 ઓક્ટોમબર ભાષણમાં કોઈ ઉશ્કેરણીજનક ભાષણ નહોતું. પરંતુ હવેથી કેસની તપાસ પછી જ આ કલમ લાગુ કરીશું. કચ્છના રાપરના કેટલાક અસામાજિક તત્વોએ કર્ણી સેનાના વડા ઉપર એટ્રોસિટી લગાવી છે. હાલમાં તે એટ્રોસિટી એ.સી અને એસ.ટી સમાજના કેટલાક અસામાજિક તત્વોનો વ્યવસાય બની ગયો છે. જેના માધ્યમથી સરકારને આવા અસામાજિક તત્વોને સજા આપીને આ સમાજને મુક્ત કરવા વિનંતી કરીએ છીએ. એસ.સી એસ.ટી સમાજમાં અસામાજિક તત્વો ખોટા સંદેશા આપી રહ્યા છે. આ મામલો 2500 એકર જમીન ફાળવવાનો હતો જેમાં અસામાજિક તત્વો દ્વારા કબજો કરવાનો વિચાર કર્યો હતો અને તેમના વિચારો ઉપર કર્ણી સેનાના પ્રમુખ રાજશેખાવતે પાણી ફેરવી દીધો હતો.

આજે કરણી સેના કોઈ સમાજના વિરુદ્ધ નહીં પણ લાંબા સમયથી ત્રણ મુદ્દાઓ પર આગળ વધી રહી છે કર્ણી સેના માટે તમામ સમાજ સમાન છે. તેમના ત્રણ મુદ્દા છે, ગો માતાને રાશ્ટ્ર્માતા જાહેર કરો, ત્યાર પછી એટ્રોસિટી કેસમા તપાસ વગર વ્ય્ક્તિનિ ધરપકડ ન થાય, અનામત તમામ વર્ગને પ્રાપ્ત થાય.

Previous articleગુજરાતમાં દારૂબંધી…! સચિવાલયમાં દારૂની રેલમછેલ, સરકારી કર્મચારી બન્યો હેવાન
Next articleભાજપમાં નેતૃત્વ પરિવર્તનની કાનાફૂંસીએ સહુને દોડતા કરી દીધાં