ગાંધીનગર એલસીબી, કપડવંજમાં એસએમસી દ્વારા રેડ કરીને 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
આપણા રાજ્યમાં દારૂબંધી હોય તેવું લાગેજ નહિ તેવા કિસ્સાઓમાં એટલો બધો વધારો થયો છે કે તે સૌ કોઇને સ્પષ્ટ દેખેજ છે પણ આમાં મહત્વની વાત એ છે કે રાજ્ય પોલીસની ની સતર્કતા અને ચોક્કસ કામગીરી ના કારણે આ ગેરકાયદેસર નશાનો કારોબાર થાય તે પહેલાજ તેને ઝડપી લેવામાં આવે છે પણ એક બાજુ તેવો પણ સવાલ થાય છે કે આટલી મોટી માત્રામાં દારુ આવ્યો ક્યાંથી? કોણ લાવ્યું? કોણ કરી રહ્યું છે આ કાળા કારોબાર નો વેપલો? અને ચેક ગાંધીનગર સુધી પહોંચી ગયું દારુ તો કેમ વચ્ચે કોઈના ધ્યાનમાં ના આવ્યું.. આપણે તો એટલુંજ કહી શકી છે કે પોલીસ ને હવે બસ થોડું વધારે સતર્ક થવાની જરૂર છે જેથી આ નશાખોરીનો ગેરકાયદેસર ધંધો સદંતર બંધજ થઈ જાય. આ વખતે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ તેમજ બીયરનો મોટો જથ્થો ઝડપી પડ્યો હતો. સુરત પસિંગ ધરાવતી ઇનોવા ગાડીમાંથી વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો જડપાયો હતો. ફિલ્મી ઢબે પીછો કરી રહેલા એલસીબીના અધિકારીઓના હાથમાં આ ગાડીનો ડ્રાઈવર નથી આવ્યો. દારૂ ભરીને લઈ જઈ રહેલો ઈનોવ્ય ગાડીનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગાડીની તપાસ કરતાં પોલીસને એક લાખથી વધુનો દારૂ અને બીયરનો જથો ઝડપાયો હતો. આ ઘટનામાં એલસીબીએ જપ્ત કરેલી ઈનોવ્ય ગાડીના ચાલકને શોધવા માટે તમામ પ્રકારના પ્રયાસ શરૂ કરી દીધા છે.
બીજા કિસ્સામાં કપડવંજમાં એસએમસી દ્વારા રેડ પાડીને ફરી પાછો જંગી રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીએ કારમાં લઈ જવામાં આવતો દારૂ ઝડપ્યો છે. તેની સાથે 708 બોટલ દારૂની હતી અને મોબાઇલ સહિત દસ લાખનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપીને પણ પકડ્યા છે અને તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.