ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગનો વર્ષ ૨૦૧૫-૧૬નો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ અહેવાલ અનુસાર રાજ્યમાં કસ્ટડી મૃત્યુના કુલ ૫૨ કિસ્સા બન્યા હોવાનું જણાવાયું છે. જે પૈકી જેલ કસ્ટડીમાં ૪૦ અને પોલીસ કસ્ટડીમાં ૧૨ મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. કસ્ટોડિયલ ડેથમાં અમદાવાદ શહેર મોખરે છે.
વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન સૌથી વધુ કસ્ટડી મૃત્યુ અમદાવાદ શહેરમાં ૧૬ બન્યા છે. ૧૬ પૈકી ૧૪ જેલ કસ્ટડી અને ૨ પોલીસ કસ્ટડીમાં મોત થયા છે. કસ્ટોડિયલ ડેથમાં બીજા નંબરે રાજકોટ શહેર સામેલ છે. અહીં કુલ છ મોતની ઘટના બની છે. જે પૈકી જેલમાં પાંચ અને પોલીસ કસ્ટડીમાં એકનું મોત થયું છે. વડોદરા, સુરત શહેરમાં ૪ મૃત્યુ થયા છે. સુરત, વડોદરા ગ્રામ્યમાં ૧-૧, મહેસાણામાં ૩, જામનગર જિલ્લામાં ૨, જૂનાગઢ જિલ્લામાં ૧, કચ્છ જિલ્લામાં ૧, સુરેન્દ્રનગર ૨, અમરેલી ૨, વલસાડ ૧, પંચમહાલ ૧, ગાંધીનગર ૧, દાહોદ ૧, નવસારી ૨, આણંદ ૧, મહિસાગર ૧ અને છોટા ઉદેપુર જિલ્લામાં ૧નું કસ્ટડીમાં મોત થયું છે.
માનવ અધિકારના કેસો ઘટયા
વર્ષ કેસો મળ્યા પડતર કેસ
૨૦૧૩-૧૪ ૩૭૦૫ ૦૭
૨૦૧૪-૧૫ ૩૩૯૦ ૧૧
૨૦૧૫-૧૬ ૩૩૧૨ ૨૭૦
છેલ્લાં પાંચ વર્ષમાં કયા ગુનાના કેટલા કેસ?
વિષય કુલ
પોલીસ ૪૭૧૧
ગુંડા,માફિયા ૨૫૧૦
મહિલાને લગતા ૧૨૩૦
સેવાકીય બાબતો ૧૧૮૫
પરચૂરણ ૬૦૩૯
લઘુમતી,જીઝ્ર,જી્ ૪૫૪
ટાડા-પાસા ૩૨
મજૂર ૧૩૮
ધર્મ, જાતિ ૧૮
હિજરતી ૦૨
પ્રદૂષણ ૧૧૦
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.