Home ગુજરાત ગાંધીનગર લિંગ પરીક્ષણનું રેકેટ: પોતાના નેટવર્કથી આવેલા પાસેથી ખંખેરે છે અધધ રૂપિયા

ગાંધીનગર લિંગ પરીક્ષણનું રેકેટ: પોતાના નેટવર્કથી આવેલા પાસેથી ખંખેરે છે અધધ રૂપિયા

611
0

(જી.એન.એસ), તા.૩
ગાંધીનગરમાં લિંગ પરીક્ષણનું બેરોકટોક રેકેટ ચાલી રહ્યુ હોવાનો માણસાની એક મહિલા સમાજસેવિકાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપ પુર્વે મહિલાએ આ મામલે તપાસ કરી હોવાનો દાવો કર્યો છે. જેના પરથી આ રેકેટ તંત્રની મીઠી નજર હેઠળ ચાલતુ હોવાનું જણાઇ રહ્યુ છે. મહિલાએ જે ડોક્ટર સામે આંગળી ચિંધી છે તે ઘ-૫ પાસે ક્લીનીક ધરાવતો હોવાનો આક્ષેપ કર્યો છે.
ગાંધીનગરમાં લિંગ પરીક્ષણ (જાતિ)નું બેરોકટોક રેકેટ ચાલી રહ્યુ છે. આ મામલે માણસાની એક સમાજસેવી મહિલાએ જિલ્લા આરોગ્ય અધિકારીનું ધ્યાન દોર્યુ છે. મામલો લિંગ પરીક્ષણ જેવી ગંભીર બાબત સાથે સંકળોયેલો છે. મહિલાએ જે આક્ષેપ કર્યા છે તે જોતા લિંગ પરીક્ષણ કરનાર ડોક્ટર માથે તંત્રના ચાર હાથ હોય તેમ જણાઇ રહ્યુ છે. મહિલાએ આ ડોક્ટરનું નામ સરનામા સાથેની અરજી જિલ્લા આરોગ્ય અધિકારીને કરી છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જાગાણીનો સંપર્ક સાંધતા તેઓએ જણાવ્યુકે, હજુસુધી તેમને આ પ્રકારની ફરિયાદ મળી નથી. પરંતુ મહિલાએ જે પ્રકારે આક્ષેપ કર્યો છે તે જોતા બાબત ગંભીર છે. મહિલાએ આરોગ્ય વિભાગ સહિત જ્યાં જ્યાં અરજી મોકલી છે તેમાં તેણે પોતાનું નામ શોભનાબેન વ્યાસ હોવાનું દર્શાવ્યુ છે. શોભનાબેન માણસાના રહીશ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. તેઓએ આક્ષેપ કર્યો છેકે, ઉપરોક્ત ડોક્ટર સામે અગાઉ પણ ગેરકાયદે લીંગપરિક્ષણ કરી આપવાનો આરોપ લાગી ચુક્યા છે. આરોગ્ય તંત્રે તેનુ સોનોગ્રાફી મશીન પણ સીલ કર્યુ હતું. પરંતુ ત્યારબાદ તે સજા થયા વગર આબાદ છટકી ગયો હતો.
આ પાછળ પણ ભીનું સંકેલાઇ ગયુ હોવાનો શોભનાબેને આક્ષેપ કર્યો છે. તેઓએ જણાવ્યુ છેકે, આ માટે આ ડોક્ટર પોર્ટેબલ મશીનનો ઉપયોગ કરે છે. ડોક્ટરનું પોતાનું એક વ્યવસ્થિત નેટવર્ક છે. ગોઠવાયેલા આ નેટવર્ક હેઠળ આવતા દર્દીઓનું જ લિંગ પરીક્ષણ કરવામાં આવે છે. આ માટે તેઓ પાસેથી મોટા પ્રમાણમાં ફી પણ વસુલ કરવામાં આવે છે. આ ગોરખધંધામાં અન્ય એક ડોક્ટર પણ સંડોવાયેલો હોવાનો અરજીમાં નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયુ છેકે, આ ડોક્ટર લિંગ પરીક્ષણ માટે ઉપરોક્ત ડોક્ટર પાસે પેસન્ટ મોકલે છે. જેના તેને ૪૦ ટકા કમિશન ચુકવવામાં આવે છે. લિંગ પરીક્ષણ કરતા ડોક્ટર સામે ઉંડાણપુર્વક તપાસ કરવામા આવે તો બેરોકટોક ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ થઇ શકે તેવી શક્યતા જોવાઇ રહી છે. અરજી કરનાર મહિલાએ આ ડોક્ટરનું લાયસન્સ પણ રદ્દ કરવાની માંગ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇટલી જઇ ઇવીએમ ચેક કરાવી લેજો, ગુજરાતમાં ભાજપને ૧૫૦ બેઠક મળશે: વાઘાણી
Next articleગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ આ બાબતમાં છે ટોચ પર, ગર્વ લેવા જેવી વાત નથી