આજકાલ લગ્નની લાલચ આપીને છોકરીઓને ભગાડી લઈ જવાના અને પછી કોઈપણ કારણોસર લગ્નની ના પાડી ઘરમાંથી તરછોડી મુકવાના કિસ્સાઓ ખૂબ વધી રહ્યાં છે. જ્યાં દીકરીને ઘર છોડીને કરેલી ભુલના કારણે ખોટા પરીણામો ભોગવવા પડે છે. તેવો જ એક કિસ્સો ગીર સોમનાથના ગીર ગઢડામાં મજૂરી કામ કરતાં પરિવાર સાથે બન્યો છે. જ્યાં એક શખ્સે 17 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી પોતાના ઘરે લઈ ગયો અને ત્યારબાદ અન્ય કારણોસર તેની સાથે લગ્નની ના પાડી દેતા તેને ઘરમાંથી કાઢી મુકી હતી. શું છે સમગ્ર મામલો તે જાણો… પોલીસ વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથના ગીર ગઢડામાં રહેતા અને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં એક પરિવારમાં 4 દીકરી તેમજ 2 દીકરા છે.
જેમાં સૌથી નાની દીકરી કોડીનાર ખાતે સોમનાથ એકેડમીમાં 12 ધોરણમાં અભ્યાસ કરે છે. અને તેના માતા-પિતા મજૂરીકામ કરી બાળકોનો અભ્યાસ કરાવે છે. જે સમય દરમિયાન તેમની દીકરી દિવાળી વેકેશનની રજામાં ઘરે પરત ફરી હતી. ત્યારબાદ તેનું દિવાળી વેકેશન પૂરુ થતાં સગીરાએ તેના માતા-પિતાને જણાવ્યું હતું કે, હું ચોપડા લેવા કોડીનાર જાવ છું અને ત્યારબાદ સોમનાથ એકેડમીમાં પરીક્ષા પૂરી કરીને ઘરે પરત ફરીશ. સગીરા કોડીનાર ગયા પછી તેની માતાને ઘરના કોઈ કામ માટે તેની દીકરી સાથે વાત કરવાની હોવાથી સોમનાથ એકેડમીમાં ફોન કરતાં ત્યાંના સાહેબે તેમની દીકરી અહિંયા આવી જ નથી કહેંતા સગીરાના માંના મનમાં ફાળ પડી.
તેણે તાત્કાલિક સગીરાના પિતાને વાત જણાવતાંલ તેઓ સગીરાની શોધખોળ માટે લાગી ગયાં હતાં. જ્યાં સગીરાની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન ગામના એક શખ્સે સગીરાના માતા-પિતાને જણાવ્યું હતું કે, તમારી દીકરીનો મારા પર ફોન આવ્યો હતો. જેમાં તેણે મને કહ્યું હતું કે, હું કોડીનાર ગઈ હતી. જ્યાં મને , એક રવી નામનો શખ્સ લગ્નની લાલચ આપી સુત્રાપાડા લઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં મારા ઘરવાળા મારી શોઘખોળ કરી રહ્યાં છેની ખબર પડતાં તેણે મને ઘરેથી કાઢી મુકી હતી. જેથી તું મને લઈ જા તેમ સગીરાએ ફોન પર જણાવ્યું હતું.
સગીરા જ્યારે પોતાના ઘરે પરત ફરી ત્યારે તેણીએ તેના માતા-પિતાને બધી વાત વીગતવાર કરતાં તેણીની માતાએ સગીરાને લઈને પોલીસ સ્ટેસનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે આધારે પોલીસે આરોપી વિરૂદ્ધ 363, 366 એનએસ,3(2)(વી)એનએસ સહિતની આઈ.પી.સીની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.