Home ગુજરાત કલોલમાં આઇસર કન્ટેઈનરમાંથી દારૂ ઝડપાયો,  26 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલમાં આઇસર કન્ટેઈનરમાંથી દારૂ ઝડપાયો,  26 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

48
0

ગાંધીનગર પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને ટ્રકમાં થતી દારૂની હેરાફેરીની કસર શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવામાં આવી રહીં હતી. જિલ્લામાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ખાનગી તેમજ ટ્રકમાં થતા ગેરકાયદેસર કામો રોકવા માટે ટેકનિકલ તેમજ સ્થાનિક હ્યુમન સોર્સના માધ્યમથી જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર સવારે તેમજ મોડી રાતે વોચ ગોઠવી સતત કામગીરી ચાલુ રાખી હતી. ત્યારે કલોલ છત્રાલ પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર પાર્કમાં પડેલી એક બંધ બોડીની આઇસર કન્ટેઈનરમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ કિં. રૂ. 16 લાખ 33 હજાર 200 અને ટ્રક કિં. રૂ. 10 લાખ 70 હજાર મળીને કુલ કિં. રૂ. 26 લાખ 40 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ત્યારબાદ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ખાનગી તેમજ ટ્રકમાં થતા ગેરકાયદેસર કામો રોકવા માટે ટેકનિકલ તેમજ સ્થાનિક હ્યુમન સોર્સના માધ્યમથી જિલ્લામાં પ્રવેશતા માર્ગો ઉપર વહેલી સવારે તેમજ મોડી રાતે વોચ ગોઠવી સતત કામગીરી ચાલુ રાખી હતી. તે દરમિયાન સવારના કલોલ છત્રાલ પાસે આવેલી અમ્રિત હોટલ પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર પાર્કમાં પડેલી એક બંધ બોડીની આઇસર કન્ટેઈનર જે ટ્રકની તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં દારૂ ભરેલી પેટીનું 326 તેમજ બોટલ નંગ 7,984 જેની ભારતીય રૂપિયા પ્રમાણે કિં. રૂ. 16 લાખ 33 હજાર 200 અને ટ્રક કિં. રૂ. 10 લાખ 70 હજાર મળીને કુલ કિં. રૂ. 26 લાખ 40 હજાર 200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ડ્રાઇવરની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો હરિયાણા ગુડગાવ ખાતેથી ભરી જણાવેલી જગ્યા ઉપર પહોંચાડી દેવાનો હતો.

વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે પકડાયેલા ડ્રાઇવરનું નામ સુનિલ રાજેન્દ્રસિંહ રહે, ગામ ધીનોદ, રાધાસ્વામી આશ્રમની બાજુમાં, તાલુકો જીલ્લો ભિવાની હરિયાણા, જેની વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગીર ગઢડામાં એક શખ્સે દીકરીને ભગાડી લઇ ગયો, અંતે આ વાત કહીને ઘરમાંથી કાઢી મુકી
Next articleઈસરોએ એક સાથે લોન્ચ કર્યા 9 સેટેલાઈટ, ભૂટાનનો સેટેલાઈટ પણ છે સામેલ