Home દુનિયા - WORLD ગાઝા પટ્ટીને લઈ અમેરિકાના વલણથી ચકચાર, UNGAમાં શાંતિ પ્રસ્તાવની વિરૂદ્ધ વોટ આપ્યો

ગાઝા પટ્ટીને લઈ અમેરિકાના વલણથી ચકચાર, UNGAમાં શાંતિ પ્રસ્તાવની વિરૂદ્ધ વોટ આપ્યો

32
0

(GNS),28

ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા જંગને બંધ કરાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાનના માધ્યમથી પહેલ કરવામાં આવી હતી. જોર્ડન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવમાં તરફેણમાં 120 દેશોએ મતદાન કર્યુ જ્યારે 14 દેશે વિરૂદ્ધમાં મતદાન કર્યું. ભારત સહિત 45 દેશ એવા હતા કે જેણે મતદાનમાં જ ભાગ નોહતો લીધો..

ગાઝામાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હવાઈ હુમલાના પગલે થયેલી ખુંવારી ટાળવા માટે અને યુદ્ધને બંધ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવ વચ્ચે ઈઝરાયલને સમર્થન કરનારા દેશ પણ મતદાનથી અળગા રહ્યા હતા. નાગરિકોની સલામતીથી લઈ ઉદારવાદી અભિગમ દાખવી મદદ માટેની અપીલ કરવામાં આવી હતી..

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના જંગમાં અમેરિકા સહિતના 14 દેશના વલણને લઈ ચકચાર મચી ગઈ હતી. આ એવા દેશ છે કે જેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના મતદાનમાં શાંતિ પ્રસ્તાવ વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. આ 14 દેશની વાત કરીઓ તો તેમાં અમેરિકા, ઇઝરાયેલ, ઑસ્ટ્રિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક , ફિજી, ગ્વાટેમાલા, હંગેરી, માર્શલ ટાપુઓ, માઇક્રોનેશિયા, નૌરુ, પાપુઆ ન્યુ ગિની, પેરાગ્વે, ટોંગા….

સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં યોજાયેલા મતદાનથી ભારતે અંતર જાળવ્યું હતું જો કે તેણે પોતાના વિચારો સ્પષ્ટ વ્યક્ત કર્યા હતા. તેમણે બંને પક્ષે તણાવ ઓછો કરવા અને હિંસાથી દુર રહેવા માટે બંને દેશને અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વિશેષ સત્રને સંબોધતા કહ્યું કે આ યુદ્ધના પગલે માનવજીવનની ખુંવારી થઈ રહી છે અને નાગરિકોજીવ ગુમાવી રહ્યા છે. આ વિવાદ છેલ્લે તો માનવતાવાદી સંકટને વધારશે અને એટલે જ યુદ્ધનો ભાર ઓછો કરવાની જરૂર છે..

અમેરિકા, રશિયા અને બ્રાઝિલનો પ્રસ્તાવ યુએનમાં નિષ્ફળ જવા પામ્યો છે. છેલ્લા 12 દિવસની વાત કરવામાં આવે તો યુનાઈટેડ નેશન્સમાં 4 ઠરાવ એવા છે કે જે નિષ્ફળ ગયા. આ પ્રસ્તાવ લાવનારામાં રશિયા, અમેરિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવની વાત કરીઓ તો અમેરિકાએ ગાઝામાં સહાય આપવાની બંધ કરવા માટે હાકલ કરી હતીને હમાસ હુમલા પર નારાજગી વ્યક્ત કરી હતી. અમેરિકાએ તો બંધકોને મુક્ત કરવા માટેની માગ પણ મુકી દીધી હતી. રશિયાએ મુકેલા ઠરાવમાં ગાઝામાં યુદ્ધ વિરામની વાત કરવામાં આવી હતી જેને અમેરિકા અને બ્રિટને વીટો વાપરીને ઉડાડી દીધો હતો..

હમાસ દ્વારા કરાયેલા હુમલા બાદ ઈઝરાયેલે વળતા શરૂ કરેલા હુમલાના પગલે 7000 કરતા વધારે નાગરિકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. 19000 કરતા વધારે લોકો એવા છે કે નાના મોટી ઈજાથી ઈજાગ્રસ્ત સ્થિતિમાં છે. હમાસ હુમલાના પગલે ઈઝરાયલમાં મોતનો આંક 1400 પર પહોચ્યો છે અને ત્યાં પણ ઘણી મોટી સંખ્યામા લોકો ઘાયલ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેવી માટે ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ વિમાન ખરીદશે
Next articleઆયોવાની સ્કૂલમાં વિજ્ઞાન પ્રયોગ દરમિયાન વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓ દાઝી જતા હોસ્પિટલ ખસેડયા