Home દુનિયા - WORLD ગાઝામાં મદદની રાહ જોઈ રહેલા લોકો પર ફરી એકવાર ઈઝરાયેલે હુમલો કર્યો,...

ગાઝામાં મદદની રાહ જોઈ રહેલા લોકો પર ફરી એકવાર ઈઝરાયેલે હુમલો કર્યો, 20 પેલેસ્ટાઈનના મોત, 155થી વધુ ઘાયલ

21
0

(જી.એન.એસ),તા.૧૫

પેલેસ્ટાઈન,

ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં 31 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.રવિવારે ઈઝરાયેલે મદદની રાહ જોઈ રહેલા ગાઝાન પર હેલિકોપ્ટરથી ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ 20 પેલેસ્ટાઈનના મોત થયા છે. આ હુમલામાં 155થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા અંગે માહિતી આપતા ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “મૃતકોના 20 મૃતદેહો અને 155 ઘાયલ લોકોને અલ-શિફા મેડિકલ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ઘણા ઘાયલોને કમલ અડવાન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.”

મંત્રાલયે એમ પણ કહ્યું કે ઈઝરાયેલના હુમલાને કારણે ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા મુશ્કેલ થઈ ગયા છે. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે કારણ કે હોસ્પિટલો પાસે સારવાર માટે પૂરતા સંસાધનો નથી. લેબનીઝ મીડિયા સાથે વાત કરતા, ગાઝા નાગરિક સંરક્ષણના પ્રવક્તા મહમૂદ બસ્સલે જણાવ્યું હતું કે ઇઝરાયેલની ટેન્કોએ તોપમારો શરૂ કર્યો તે પહેલાં, ઇઝરાયેલી લશ્કરી હેલિકોપ્ટરે મદદની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો. અહેવાલો અનુસાર, ઇઝરાયેલે બે સ્થળોએ હુમલા કર્યા હતા.

પ્રથમ ઘટનામાં, ઇઝરાયેલી સેનાના હેલિકોપ્ટરોએ સહાય વિતરણ કેન્દ્રમાં મદદની વ્યવસ્થા કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, જેમાં લગભગ 8 લોકો માર્યા ગયા. બીજો કિસ્સો ઉત્તરી ગાઝામાંથી પ્રકાશમાં આવ્યો હતો જ્યાં ઇઝરાયેલી ટેન્કોએ સહાય ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલા અંગેના નિવેદનમાં IDFએ આ હુમલા માટે જવાબદાર હોવાનો ઇનકાર કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સહાય કેન્દ્રો પર ડઝનેક ગઝાન પર હુમલાના સમાચાર ખોટા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે મીડિયાને માત્ર વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરીએ છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (તા.૧૬-૦૩-૨૦૨૪)
Next articleકેટ મિડલટનની નજીકની મિત્ર રોઝ હેનબરી પ્રિન્સ વિલિયમની ગર્લફ્રેન્ડ